GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

પીએસયુ બેંકોના વિડિયોકોન ઈન્ડસ્ટ્રી પાસેના કુલ 38 હજાર કરોડ રૂપિયાના લેણાં

એવું કહેવાય છે કે દરેક સફળ પૂરૂષ પાછળ સ્ત્રીનો હાથ છે. પરંતુ જમાના સાથે આ ઉક્તિ બદલાઇ ગઇ છે. આજકાલ સોશિયલ મીડિયામાં એવી મજાક ચાલે છે કે દરેક સફળ વ્યક્તિની પાછળ એક નેશનલાઇઝ બેન્કનો હાથ હોય છે.

ભારતના ટોચના ઉદ્યોગપતિઓના નામ એક પછી એક જે રીતે બેન્ક ફ્રોડમાં  બહાર આવી રહ્યા છે તેના કારણે આ ઉક્તિ બદલાઇ છે. રોટોમેકના વિક્રમ કોઠારી. ઇલેક્ટ્રોથર્મના ભંડારી કે પછી નીરવ મોદી અને મેહુલ ચોક્સી. કોઇ પણ નામ લઇ લો. સફળતાની કહાનીનું વિષય વસ્તુ સમાન છે. ‘’બેન્કોનું ફુલેકુ ફેરવાનું.’’

પંજાબ નેશનલ બેન્કને નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ નવડાવ્યા પછી બેન્કોનું ફુલેકુ ફેરવનારા ઉદ્યોગપતિઓએ એક બે નહીં પણ 49 લાખ કરોડ રૂપિયાની બેન્ક લોનો પરત ન ચુકવ્યાનું મસમોટું લિસ્ટ સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે.

આ લિસ્ટ કદાચ અતિશયોક્તિભર્યું હોય તો પણ મોટા ઉદ્યોગપતિઓએ બેન્કોને નવડાવવામાં કાંઇ બાકી નથી રાખ્યું એ પણ એક હકીકત છે. બેંકોનું ફુલેકું ફેરવી દેનારા ભારતના મોટા ઘરાનાના મૂરતિયાઓમાં વધુ એક નામ શામેલ થયું છે. વિડિયોકોન ગ્રુપ.

છેલ્લા છ માસથી વિડિયોકોન ગૃપના દેવા વિશે બજારમાં ચર્ચાઓ થઈ રહી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કુલ 53 હજાર કરોડના દેવાના ડુંગર હેઠળ દબાયેલ વિડિયોકોન જૂથના મેનેજિંગ ડિરેક્ટર વિદેશ ભાગી ગયા હોવાના અહેવાલ સોશિયલ મીડિયામાં વહેતા થયા છે.

જોકે કંપનીએ એક નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે કંપની બધું જ દેવું સમયસર ચુકવી દેશે અને કંપનીના કોઈ પણ વરિષ્ઠ અધિકારીઓ વિદેશ ભાગી નથી ગયા. અગાઉ નિરવ મોદી કેસ બાદ ગીતાંજલી ગ્રુપના વડા મેહુલ ચોકસી ભારતમાં જ છે એવી ગીતાંજલી ગ્રુપે પણ સ્પષ્ટતા કરી હતી. પરંતુ તપાસમાં બહાર આવ્યું કે મામા-ભાણેજ બન્ને તપાસનો ગાળિયો તેમના સુધી પહોંચે એના પહેલા વિદેશ પલાયન થઈ ગયા હતા.

પીએસયુ બેંકોના વિડિયોકોન ઈન્ડસ્ટ્રી પાસેના કુલ 38 હજાર કરોડ રૂપિયાના લેણાંની સાથે વિડિયોકોન જૂથ પર કુલ 45 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. અને તેની વ્યાજની બાકી રકમ 8 હજાર કરોડ આસપાસ છે. એટલે કે આશરે 53 હજાર કરોડનું દેવું વિડિયોકોન ગૃપની બેલેન્સ શીટ પર છે. સીબીઆઇએ વિડિયોકોનને અપાયેલી બેન્ક લોનોના મુદ્દે અંકોડા મેળવવાની કવાયત શરૂ કરી દીધી હોવાની વાત છે ત્યારે આગામી દિવસોમાં શું રંધાશે તે જોવું રહ્યું.

Related posts

બારામૂલ્લામાં પેટ્રોલિંગ કરતી સેનાની ટૂકડી પર આંતકીઓનો હૂમલો, એક જવાન ઘાયલ

Mansi Patel

સુરત જિલ્લામાં જોવા મળ્યો સાર્વત્રિક વરસાદ, અહીં જુઓ ક્યાં પડ્યો કેટલો વરસાદ

Pravin Makwana

દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 6.50 લાખ, 46 હજારથી વધુ લોકોના થયા મોત

Karan
Do NOT follow this link or you will be banned from the site!