GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

પીએમ મોદી પહોંચશે, તમિલનાડુ કરૂણાનિધિના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે

દક્ષિણ ભારતના રાજનીતિ પિતામહ અને તમિલ રાજકારણના સુપર સ્ટાર કરુણાનિધિએ 94 વર્ષે વિદાય લીધી છે. ત્યારે આજે તેમના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્ય છે. કરૂણાનિધિના અંતિમ દર્શન માટે પાર્થિવ દેહને રાજાજી હોલ ખાતે રાખવામાં આવ્યો છે. કરુણાનિધિના દિકરા એમ.કે.અલગીર અને દ્રમુક નેતા અંદિમથ રાજાજી હોલમાં છે.

કોંગ્રેસ નેતા પી.ચિદમ્બર સીઆઈટી કોલોની પહોંચીને કરુણાનિધિને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. કરુણાનિધિના પાર્થિવ દેહને સીઆઈટી કોલોનીમાં કનિમોઝીના નિવાસસ્થાને લાવવામાં આવ્યો. જ્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ થતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પીએમ મોદી સવારે 10 વાગ્યાના અરસામાં ચેન્નાઈ પહોંચે તેવી સંભાવના છે.

કરૂણાનિધિના નિધન બાદ વિપક્ષ ડીએમકેએ કરૂણા નિધિના પાર્થિવદેહને દફનાવવા માટે મરીના બિચ પર જગ્યા માંગી હતી. પરંતુ એઆઈએડીએમકે સરકારે એમ.કરૂણાનિધિને દફનાવવા માટે મરીના બિચ પર જગ્યા આપવાનો ઈન્કાર કર્યો. સરકારના નિર્ણય બાદ ચેન્નાઈમાં કાવેરી હોસ્પિટલ બહાર ડીએમકે સમર્થકોએ હંગામો કર્યો. આ મામલો મદ્રાસ હાઈકોર્ટ પહોંચ્યો હતો. અને હવે સવારે આઠ વાગ્યે કોર્ટ કરૂણાનિધિને દફનાવવા માટે ક્યાં જગ્યા આપવી તે અંગે નિર્ણય કરશે.

Related posts

નોટબંધીના ચાર વર્ષ પછી, જૂની નોટો બેંકમાં આવી, જાણો શું થયું પછી?

Dilip Patel

અમદાવાદમાં પ્રવેશવું હશે તો ફરજિયાત કરાવવું પડશે સ્ક્રીનિંગ, શહેરની બોર્ડર પર આરોગ્યની ટીમ તૈનાત કરાઈ

pratik shah

હવે Fastag વગર નહી કરી શકો વાહન સાથે જોડાયેલા આ જરૂરી કામ, સરકારે નવા નિયમોને આપી લીલીઝંડી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!