GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

પીએમ મોદી દ્વારા મોકલાવાયેલ ચાદર ચઢાવવા અજમેર જશે કેન્દ્રીય પ્રધાન નક્વી

19મી માર્ચથી અજમેર શરીફ ખાતેની ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહનો ઉર્સ શરૂ થઈ રહ્યો છે. આ વર્ષે પણ અજમેર શરીફ ખાતેના ઉર્સ નિમિત્તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ચાદર ચઢાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય લઘુમતી કલ્યાણ પ્રધાન મુક્તાર અબ્બાસ નક્વીના હાથે ખ્વાજાના દરબારમાં ચાદર મોકલાવી છે.

19 માર્ચે નક્વી વડાપ્રધાન મોદી તરફથી અજમેર શરીફ ખાતે ચાદર ચઢાવશે. મહત્વપૂર્ણ છે કે અજમેર શરીફ પ્રત્યે માત્ર મુસ્લિમો જ નહીં. પણ હિંદુઓ પણ અપાર આસ્થા ધરાવે છે. માત્ર ભારતમાં જ નહીં. પણ પાડોશી દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશ તથા દુનિયાભરમાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પ્રત્યે અપાર શ્રદ્ધા રાખવામાં આવે છે.

ભારતના મુઘલ સમ્રાટ મોહમ્મદ જલાલુદ્દીન અકબરે પુત્ર જહાંગીરના જન્મ બાદ અજમેર શરીફ ખાતે ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના દરબારમાં માથું ઝુકાવ્યું હતું. અજમેર શરીફના દરેક ઉર્સ વખતે ભારતના વડાપ્રધાન તરફથી ચાદર ચઢાવવાની પરંપરા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પણ નિભાવી હતી અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દર વર્ષની જેમ અજમેર શરીફ ખાતે ચાદર મોકલાવી રહ્યા છે.

 

 

 

 

 

 

Related posts

અમદાવાદ રેલવે સ્ટેશનથી 10 સ્પેશિયલ ટ્રેન દોડશે, આ બે સ્ટેશને નહીં રોકાય

Nilesh Jethva

હવે ફોન કરતાં પહેલાં કરવું પડશે કામ નહીં તો કોઈને પણ નહીં લાગે ફોન, હાશ હવે તમારો નંબર નહીં બદલાય

Dilip Patel

ખેડૂતો માટે રાહતના સમાચાર : ટુંકી મુદતના પાક ધિરાણ ભરવાની સમય મર્યાદા આટલા મહિના વધારવામાં આવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!