પીએમ મોદીનો જૂના સાથીઓને ફરી સાથે લાવવા માટે નવો દાવ, દક્ષિણ ભારત પર નજર

2019ની લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીએ જૂના સાથીઓને ફરી સાથે લાવવા માટે નવો દાવ ખેલ્યો છે. પીએમ મોદી ફરી એકવાર 2014ની સફળતા દોહરાવવા માટે તમામ પ્રકારની કાળજી લઇ રહ્યાં છે. એમપી, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને મળેલી હાર બાદ ભાજપે હવે દક્ષિણ ભારતની તરફ નજર દોડાવી છે.

તમિલનાડુ ભાજપના કાર્યકરોને સંબોધન દરમિયાન પીએમ મોદીએ ભાજપના જૂના સાથીઓના સાથે આવવાના સંકેત આપ્યા. ભાજપના દિગ્ગજ અને દિવંગત નેતા અટલ બિહારી વાજપેયીનું નામ લઇને તેમણે તમિલનાડુના રાજકીય દળો તરફ દોસ્તીનો હાથ વધાર્યો છે. ડીએમકે અને એઆઇએડીએમકે અગાઉ પણ કેન્દ્રમાં ભાજપના સહયોગી રહી ચુક્યા છે. પીએમ મોદીએ કહ્યું કે ભાજપ પોતાના જૂના મિત્રોની કદર કરે છે. પીએમ મોદીએ કહ્યું કે ભાજપ પોતાના જૂના મિત્રોની કદર કરે છે અને અમારા દરવાજા રાજકીય દળો માટે હંમેશા ખુલા છે. પરંતુ રાજકીય મુદ્દાઓ કરતા એક વિજયી ગઠબંધન હકકતમાં લોકોની સાથેનું જોડાણ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter