GSTV
Home » News » પીએનબી બાદ આઈડીબીઆઈ બેંકમાં રૂપિયા 445 કરોડનો ગોટાળો આવ્યો સામે

પીએનબી બાદ આઈડીબીઆઈ બેંકમાં રૂપિયા 445 કરોડનો ગોટાળો આવ્યો સામે

પીએનબી કૌભાંડ બાદ વધુ એક બેંકને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. પીએનબી બાદ આઈડીબીઆઈ બેંકમાં રૂપિયા 445 કરોડનો ગોટાળા કરવામાં આવ્યો છે.

સીબીઆઈએ આ મામલે આઈડીબીઆઈના પૂર્વ જનરલ મેનેજર બટ્ટુ રામ રાવ સહિત 30 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ગત્ત વર્ષે આઈડીબીઆઈએ ફરિયાદ દાખલ કરતા કહ્યુ હતુ કે, કૌભાંડ સામે આવ્યા બાદ રાવને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.

બટ્ટૂ રાવ પર હૈદરાબાદની બશીરાબાદ શાખાના કર્મચારીઓની મિલીભગતથી 21 કંપનીઓને કરોડો રૂપિયાની લોન આપી હતી. આ લોન માછલી પાલનના વ્યાપાર માટે આપવામાં આવી હતી.

લોન વર્ષ 2009થી 2012ના સમય ગાળા વચ્ચે આપવામાં આવી હતી. 21 જેટલી કંપનીઓ દ્વારા કથિત દસ્તાવેજો દર્શાવવામાં આવ્યા હતાં. અને આ કંપનીઓને લોન આપવામાં આવી હતી.

તપાસ કરી રહેલી સીબીઆઈએ આ મામલે બેંક સમિતિના સાત સભ્યો પર અપરાધિત ષડ્યંત્ર અને ધોખાધડીનો કેસ પણ દાખલ કર્યો છે.

Related posts

આવી પત્નીઓ હંમેશા પોતાના પતિથી રહે છે દુખી, આ છે કારણ

Bansari

મેનોપોઝ વખતે વધી જાય છે હ્રદયરોગનું જોખમ, આ તકેદારીઓ રાખવી છે જરૂરી

Bansari

આ એક્ટ્રેસે લગ્નની આગલી રાત્રે જ પતિને છોડી બીજા અભિનેતા સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!