GSTV
Home » News » પીએનબી કૌભાંડ પર ઉર્જિત પટેલે આખરે મૌન તોડ્યું, પથ્થર ખાવા અને નીલંકઠની જેમ વિષપાન કરવા તૈયાર

પીએનબી કૌભાંડ પર ઉર્જિત પટેલે આખરે મૌન તોડ્યું, પથ્થર ખાવા અને નીલંકઠની જેમ વિષપાન કરવા તૈયાર

પંજાબ નેશનલ બેંકમાં નીરવ મોદીએ કરેલ કૌભાંડ પર રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલે આખરે મૌન તોડતા એક કાર્યક્રમમાં કહ્યું કે હું પથ્થર ખાવા અને નીલંકઠની જેમ વિષપાન કરવા તૈયાર છું.

બેંકિંગ કૌભાંડ પર દુ:ખ વ્યક્ત કરતા ઉર્જિત પટેલે કહ્યું કે આ કૌભાંડ દેશના ભવિષ્ય પર કરાયેલી ધાડ છે. અત્રે ઉલ્લેખનીય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી અરૂણ જેટલી દ્વારા નામ લીધા વિના જ આરબીઆઇની કરેલી ટીકા બાદ ઉર્જિત પટેલનું આ નિવેદન આવ્યું છે.

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાં એક લેક્ચર દરમિયાન આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલે જણાવ્યુ હતું કે જો અમારા પર પથ્થર ફેંકવામાં આવે અથવા નીલકંઠની જેમ વિષપાન કરવું પડે તો પણ અમે તેને અમારા કર્તવ્યના રૂપમાં સ્વિકાર કરીશું.પરંતુ આ સિસ્ટમને સ્વચ્છ કરીશું.

 

Related posts

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

13 માસના બાળકને ખોળામાં લઈ અતિક્રમણ હટાવવા પહોંચી આ મહિલા ઓફિસર

Kaushik Bavishi

શરાબની શોખિન જોલીને લગ્નેત્તર સંબંધો પણ હતા, ઠંડે કલેજે 6 લોકોની હત્યામાં થયો મોટા ખુલાસા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!