પંજાબ નેશનલ બેન્કના 11 હજાર 400 કરોડના કૌભાંડમાં બેન્કના જનરલ મેનેજર કક્ષાના વ્યક્તિની સીબીઆઈએ ધરપકડ કરી છે.
સીબીઆઈએ દિલ્હીથી રાજેશ જિંદલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. પીએનબી કૌભાંડ જે શાખામાં થયુ તે મુંબઈની બ્રૈડી હાઉસ શાખામાં રાજેશ જિંદલ બ્રાન્ચ મેનેજર તરીકે રહી ચુક્યો છે. ત્યારે તેની ધરપકડમાં વધુ ખુલાસાઓ થઈ શકે છે.
રાજેશ જિંદલ વર્ષ 2009થી 2011 સુધી બ્રૈડી હાઉસ શાખામાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો.