પિત્તળના વાસણમાં ભોજનથી મળશે અનેક ફાયદા

              આજના આધુનિક યુગમાંજ્યાં રોજની સુખ સુવિધાઓ સાથે ખાવાના વાસણમાં ટ્રેડી થઇ ગયા છે. આજકાલ લોકોખાવાનું ખાવા માટે સ્ટીલના વાસણ સાથે સાથે ટ્રેડી બોન ચાઈના અને કાંસાના વાસણનો પણઉપયોગ કરે છે. ઘરમાં પિત્તળના વાસણને લોકો જુનવાણી સમજીને માત્ર પૂજા પાઠનાકામોમાં જ ઉપયોગ કરે છે, પણ આજે અમે પિત્તળના વાસણની થોડી એવી ખાસિયતો જણાવવા જઈ રહ્યા છીએજેના વિષે જાણીને તમે ફરી ક્યારે પણ સ્ટીલ કે બીજા વાસણોમાં ખાવાનું નહિ ખાવ. તોઆવો તમને જણાવી આપીએ પિત્તળના વાસણમાં ખાવાનું ખાવાના થોડા ફાયદા વિષે.

પિત્તળના વાસણમાં ખાવાનું ખાવાથી થાયછે થોડા ચમત્કારિક ફાયદા :-

              તમે પણ તમારા ઘરમાં મોટા વડીલો પાસેથી સાંભળ્યું હશે કે પિત્તળના વાસણમાં ખાવાનું ખાવાથી લોકો તંદુરસ્ત રહે છે. આપણા પૂર્વજો પણ પહેલા પિત્તળના વાસણમાં જ ખાવાનું ખાતા હતા. તો આવો જાણીએ પિત્તળના વાસણમાં ખાવાનું ખાવાના થોડા ચમત્કારિક ફાયદા વિષે જે જાણ્યા પછી તમે પણ પિત્તળના વાસણમાં ખાવાનું શરુ કરી દેશો.

પિત્તળના વાસણમાં ખાવાનું ખાવાથી ઘણાપ્રકારની બીમારીઓથી છુટકારો મળે છે.

           પિત્તળના વાસણમાં ખાવાનું ખાવાથી આરોગ્યની દ્રષ્ટિથી પણ ઘણા ફાયદા મળે છે. પિત્તળના વાસણમાં ખાવાનું ખાવાથી ઘણા પ્રકારની બીમારીઓથી આપો આપ જ છુટકારો મળે છે અને શરીરમા એનર્જી પણ જળવાયેલી રહે છે. તે સિવાય રોજ સવરે ઉઠીને પિત્તળના વાસણમાં રાત આખી ભરી રાખેલું પાણી પીવાથી પણ પેટને લગતી બીમારીઓથી છુટકારો મળે છે.

પિત્તળનું વાસણ ઉર્જા બચાવે છે.

            જે સ્ટીલના વાસણમાં તમે રોજ ખાવાનું બનાવો છો તે ગરમ થવામાં વધુ સમય લે છે અને તેમાં ગેસનો વપરાશ પણ વધુ થાય છે. સ્ટીલના વાસણને કારણે તમે રોજ પિત્તળના વાસણમાં ખાવાનું બનાવો તો તેનાથી ખાવાનું સ્વાદિષ્ઠ તો બને છે. સાથે સાથે જલ્દી બને પણ છે અને તેનાથી ગેસનો વપરાશ પણ ઓછો થાય છે. પિત્તળના વાસણમાં જલ્દી ગરમ થઇ જાય છે. જેથી તેમાં ખાવાનું બનવામાં ઓછો સમય લાગે છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ પણ પિત્તળના વાસણ ફાયદાકારક હોય છે.

        જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે કે આમ તો પિત્તળ પીળા રંગનું હોય છે. તેથી તે આપણી આંખો માટે સારું રહે છે અને તેની સાથે જ પિત્તળ પીળા રંગનું હોય છે. જો કે બ્રૂહસ્પતી ગ્રહનું સૂચક હોય છે અને એવું માનવામાં આવે છે કે જો પિત્તળના વાસણનો ઉપયોગ ખાવાનું બનાવવા કે ખાવા માટે કરવામાં આવે તો તેનાથી બ્રૂહસ્પતી ગ્રહની શાંતિ થાય છે અને જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહે છે.

હિંદુ ધર્મમાં પિત્તળના વાસણનો ઉપયોગ ખુબ જ શુભ માનવામાં આવે છે.

        હિંદુ ધર્મશાસ્ત્રો મુજબ કોઈપણ શુભ કાર્ય કરવામાં પિત્તળના વાસણનો જ ઉપયોગ કરવામાં આવે છે. લગ્ન વિધિ વખતે પણ પણ પટલ કે કળશનો ઉપયોગ કરવામાં આવે છે એ ઉપરાંત પૂજા પાઠ વખતે ત્યાં સુધી કે દેવી દેવતાની મૂર્તિ પણ પિત્તળ માંથી જ બનાવવામાં આવે છે. હિંદુ ધર્મ સાથે જોડાયેલા તમામ કાર્યમાં પિત્તળના વાસણનો જ ઉપયોગ કરવામાં આવે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter