GSTV

VIDEO: પાસ કન્વિનર નરેન્દ્ર પટેલે કહ્યું, હું પોલીસ પાસે જતા ગભરાઉં છું કારણ કે…

Last Updated on October 25, 2017 by

ભાજપમાં જોડાવા માટે એક કરોડની ઓફર થયાનો દાવો કરનાર પાટીદાર નેતા નરેન્દ્ર પટેલ કોર્ટમાં હાજર થયા હતા. નરેન્દ્ર પટેલે ગાંધીનગર કોર્ટમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત છ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. કોર્ટમાં હાજર થયા ત્યારે ભાજપના નેતો પર ધાક ધમકીના આક્ષેપ લગાવ્યા હતા સાથે જ પોલીસની કાર્યવાહી ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા.

પાટીદાર નેતા નરેન્દ્ર પટેલે ભાજપમાં જોડાવા માટે ભાજપના છ નેતાઓ સામે એક કરોડની લાલચ આપવા મામલે ગાંધીનગર કોર્ટમાં હાજર થઈ ફરિયાદ કરી હતી. નરેન્દ્ર પટેલે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત છ સામે એક કરોડની લાલચ આપવાનો આરોપ લગાવ્યો છે. જેમાંથી દસ લાખ રૂપિયા ટોકન રૂપે આપ્યા છે. તેમણે દાવો કર્યો કે ભાજપના નેતાઓ ધમકી આપી રહ્યા છે. જેથી હું માનસિક રીતે પીડાઇ રહ્યો છું. પોલીસ પાસે જતા ગભરાઉં છું કેમ કે પોલીસ પણ ભાજપના ઇશારે કામ કરી રહી છે.

ગાંધીનગર કોર્ટમાં નરેન્દ્ર પટેલે લાંચ રૂશ્વત આપવી, ખરીદી કરવી અને કાવતરૂ રચવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ કોર્ટે આ મામલે ઈન્ક્વાયરી શરૂ કરી છે, તેમજ ટોકન રૂપે આપેલા રૂપિયા દસ લાખ પૂરાવાની જરૂર પડશે ત્યારે કોર્ટમાં જમા કરાવવાના રહેશે.

ગાંધીનગર કોર્ટમાં નરેન્દ્ર પટેલે વરૂણ પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, ગુજરાત યુવા ભાજપના પ્રમુખ રૂત્વીક પટેલ, પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા, મહેશ પટેલ ઉર્ફે દાઢી અને રવિ પટેલ સામે લાંચ રૂશ્વત, ધામ ધમકી અને ગુનાહિત ષડયંત્ર હેઠળ કાયદેસર કાર્યવાહી કરવા માટે માંગણી કરી છે ત્યારે હાલ પાટીદાર નેતાને એક કરોડમાં ખરીદવાના લાંચ કેસમાં કોર્ટે ઈન્ક્વાયરી શરૂ કરી છે, આગામી ત્રણ નવેમ્બરના રોજ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Related posts

Girls Problems / દરેક ટીનેજ ગર્લ્સને અનુભવાતી આ સમસ્યાની સરળ માહિતી માટે અમદાવાદી ટીનેજરે શોધ્યો આ ઉકેલ

Zainul Ansari

દુ:ખદ: એમટીવી લવ સ્કૂલ ફેમ જગનૂર અનેજાનું થયું નિધન, ઈજીપ્તમાં લીધા અંતિમ શ્વાસ

pratik shah

પેન્શનરો ધ્યાન આપે! આ અધિકારીઓ રેકોર્ડ કરી શકે છે તમારું જીવન પ્રમાણપત્ર, સરકારે કરી નિયુક્તિ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!