GSTV

VIDEO: ‘પાસ’ને નાપાસ કરવા જતાં શું ભાજપનો ખેલ આ લોકોએ બગાડી દીધો?

Last Updated on October 26, 2017 by

કથિત લાંચ આપીને ભાજપમાં જોડાવવા મામલે ઉત્તર ગુજરાતના પાસ કન્વિનર નરેન્દ્ર પટેલે વધુ એક ખુલાસો કરતા રાજકારણ ગરમાયું છે. તો બીજીતરફ નરેન્દ્ર પટેલ અને ભાજપના નેતા વરૂણ પટેલ આમને-સામને આવી ગયા છે. નરેન્દ્ર પટેલે ગુરૂવારે એક ચોંકાવનારી ઓડિયો ક્લિપ જાહેર કરી છે.

ઉત્તર ગુજરાતના પાસ કન્વિનર નરેન્દ્ર પટેલ અને ભાજપના નેતા વરૂણ પટેલની વાતચીતની એ કથિત ઓડિયો ક્લિપ સામે આવી છે, જેમાં નરેન્દ્ર પટેલ અને વરૂણ પટેલ વાતચીત કરી રહ્યાં છે. આ ઓડિયો ક્લિપ સાચી જ હોવાનો નરેન્દ્ર પટેલે દાવો કર્યો છે, ત્યારે શું છે આ ઓડિયો ક્લિપમાં આવો સાંભળીએ.

ઉત્તર ગુજરાતના પાસના કન્વિનર નરેન્દ્ર પટેલે ગત રવિવારે પહેલા ભાજપ સાથે જોડાણ કર્યુ હતું. ત્યારબાદ ગણતરીના કલાકો બાદ ભાજપે તેમને વરૂણ પટેલ મારફતે 10 લાખ રૂપિયા આપ્યા હોવાનો દાવો કર્યો હતો.

નરેન્દ્ર પટેલે 10 લાખ રૂપિયા મીડિયા સામે લાવીને ઘટસ્ફોટ કર્યો હતો, અને એવો પણ દાવો કર્યો હતો કે તેની પાસે ઓડિયો રેકોર્ડીંગ પણ છે, ત્યારે આ રેકોર્ડીંગ હવે નરેન્દ્ર પટેલે મીડિયાને આપ્યુ છે, ત્યારે આ ઓડિયો ક્લિપમાં શું છે આવો સાંભળીએ

નરેન્દ્ર પટેલ જેઓએ દાવો કર્યો છે કે, આ ઓડિયો ક્લિપમાં તેની વરૂણ પટેલ સાથેની વાતચીત છે, ત્યારે આ ઓડિયો સામે આવતા પાસના કન્વિનર દિનેશ બાંભણીયાએ જીએસટીવી સાથેની વાતચીતમાં ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે.

તો બીજીતરફ આ સમગ્ર મામલે કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યુ છે કે રેશ્મા અને વરૂણ પટેલ ભાજપ માટે ગળાનું હાડકુ બની ગયા છે, અને ભાજપમાં નેતાગીરીનો અભાવ હોવાથી તેઓ રેશ્મા અને વરૂણને આગળ કરે છે.

પાસને નાપાસ કરવાના મામલે ભાજપ હવે ખુદ ભેરવાઇ ગયું હોવાનું રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે, ત્યારે રેશ્મા અને વરૂણના મુદ્દે ઘેરાયેલા ભાજપને હવે નરેન્દ્ર પટેલનો ઘટસ્ફોટ અને તેની ઓડિયો ક્લિપે ભરડામાં લીધુ છે, ત્યારે આ મુદ્દો હજુ ઘણો ગરમાય તેવી પૂરી શકયતા છે.

Related posts

ખુશખબર / રાજ્ય સરકારે આપ્યો ૩ લાખ ટેબ્લેટનો ઓર્ડર, જાણો કયા વર્ષના વિદ્યાર્થીઓને મળશે લાભ

Dhruv Brahmbhatt

રસીકરણ / ગુજરાતે કોરોના વેક્સિનમાં બનાવ્યો અનોખો વિક્રમ, 4 કરોડથી વધુ લોકોને આપી દીધો પહેલો ડોઝ : કોરોના હવે તારી ખેર નહીં

Pritesh Mehta

પીએમ મોદીએ યુપીમાં જેમનો કર્યો હતો ઉલ્લેખ તેવા ગુજરાતના પનોતા પુત્ર કોણ હતા, કચ્છનું ક્રાંતિતીર્થ જ્યાં આજે પણ સળગે છે ક્રાંતિની આગ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!