GSTV
Home » News » પાલનપુરમાં ચાલુ કાર્યક્રમે જ સીએમ રૂપાણી દોડ્યા, પૂરો થતાં જ પહોંચ્યા સિવિલમાં

પાલનપુરમાં ચાલુ કાર્યક્રમે જ સીએમ રૂપાણી દોડ્યા, પૂરો થતાં જ પહોંચ્યા સિવિલમાં

70 મા પ્રજાસત્તાક દિવસની બનાસકાંઠાના પાલનપુરમાં ઉજવણી થઈ છે. પાલનપુરમાં રાજ્યપાલ ઓ.પી. કોહલીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને તિરંગાને સલામી આપી હતી. આ સમયે સીએમ વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યકક્ષાની ઉજવણીને લઈને રાજ્યના વિવિધ પોલીસ દળના જવાનોની પરેડ યોજાઈ હતી. આ ઉપરાંત પોલીસ બેન્ડ, ડોગ સ્કવોર્ડની પરેડ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ દરમિયાન એક મહિલા પોલીસ ખુલ્લા હાથે બાઇક પર ઝાંસીની રાણીનો સ્ટન્ટ કરતી હતી. અચાનક જ બાઇક પરથી નીચે પટકાતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. બાઈક નીચે પટકાઈને કાર્યક્રમ નિહાળી રહેલા બાળકો પર ફરી વળ્યું હતું. જેમાં પાંચ બાળકોને ઈજા પહોંચતા સિવિલમાં ખસેડાયા હતા.

ડીજીપી, મુખ્ય સચિવ સહિતના ટોચના અધિકારીઓ સિવિલ પહોંચ્યા

આ ઘટના મુખ્યમંત્રીની હાજરીમાં જ ઘટી હોવાથી રૂપાણી પણ દોડી ગયા હતા. આ પરેડમાં ગુજરાતના વિવિધ પ્રાંતની ઝાંખીઓ, લોકનૃત્ય જોવા મળ્યા. તો સાથે જ પોલીસ પરેડ પણ ત્યાં રહેલા લોકોમાં નવો જોમ જુસ્સો ભર્યો હતો. આ કાર્યક્રમ તો ચાલુ રહ્યો પણ બાદમાં મુખ્યમંત્રી રૂપાણી ઉજવણીનો કાર્યક્રમ પૂરો કરીને સીધા પાલનપુર સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. આ દરમિયાન તેમની સાથે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા, મુખ્ય સચિવ જે એન સિંઘ સહિતના અધિકારીઓ પણ દોડ્યા હતા. ત્યાં ઇજાગ્રસ્ત તમામ બાળકો તેમજ મહિલા પોલીસના હાલચાલ પૂછ્યા હતા. સાથે જ તેમની લોકોની કાળજી લેવા માટે સૂચનો કર્યા હતા. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં આ દુર્ઘટના ઘટવાની સાથે નાના ભૂલકાંઓ અકસ્માતનો ભોગ બનતાં રૂપાણીને પણ રંજ થયો હતો. આ ઘટનામાં સ્ટંન્ટ કરી રહેલી પોલીસ કર્મીને પણ ઇજાઓનો ભોગ બનવું પડ્યું હતું. સરકારી કાર્યક્રમમાં દુર્ઘટના ઘટતાં સરકારી અધિકારીઓમાં દોડાદોડી થઈ ગઈ હતી.

Related posts

રાજકોટ: જેતપુરના DYSP ભરવાડનું ધરપકડ વોરન્ટ ઇશ્યૂ , રૂપિયા 8 લાખ ની લાંચ કેસમાં છે ફરાર

Riyaz Parmar

ક્રુડ ઓઈલમાં આવેલા ઉછાળાથી મંદીમાં ફસાયેલા ઓટો ઉદ્યોગ પર માર

Kaushik Bavishi

અમદાવાદ: મનપા દ્વારા જર્જરીત મકાનો દૂર કરાયા, અનેક પરિવારો બેઘર બનતા હાલાકી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!