પાર્ટીથી લઇને કેઝ્યુઅલ મીટીંગમાં ફેશનપરસ્ત માનુનીઓની પહેલી પસંદ છે આવા ટ્રાઉઝર્સ

છેલ્લા થોડા વખતથી ફેશનપરસ્ત માનુનીઓમાં સફેદ ટ્રાઉઝર (પેન્ટ)નો ટ્રેન્ડ વધી રહ્યો છે. સફેદ જિન્સ, ચીનોસ, ડ્રોસ્ટ્રીંગ્સ, કેપ્રિસ કે શોર્ટસ અથવા સફેદ બોટમ પેન્ટ  ખૂબ જ સુંદર દેખાય છે. તમારું સુંદર ફિગર, લાંબા સેક્સી પગ અને સુડોળ નિંતબ સફેદ પેન્ટમાં આકર્ષક દેખાય છે. હા જેમને સેક્સી દેખાવાની ઈચ્છા ન હોય તેઓ પણ તેમના શાંત સ્વભાવ અને સારા મૂડને સફેદ ટ્રાઉઝર દ્વારા દર્શાવી શકે છે.

અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે, તમે દરિયા કિનારે કેઝયુઅલવેર તરીકે પણ સફેદ ટ્રાઉઝર પહેરી શકો છો. અથવા કોકટેલ પાર્ટીમાં પણ સફેદ ટ્રાઉઝર દ્વારા વ્યક્તિત્વને અનોખું દર્શાવી શકો છો. સફેદ ટ્રાઉઝર પહેરવાથી સુંદર દેખાય છે, તે વાત સાચી છે પરંતુ તે ખરીદતી વખતે કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જોઈએ – જેમ કે-

  • સફેદ પેન્ટનું કપડું થોડું જાડું હોવું જોઈએ જેથી તમે પહેરેલાં અંડરગાર્મેન્ટ દેખાય નહિ. તમારા અંડરવેરનો રંગ સફેદ પેન્ટમાંથી ડોકાતો હોવો જોઈએ નહિ. તે જ પ્રમાણે સફેદ પેન્ટની નીચે સફેદ કે ઓફવ્હાઈટ પેન્ટી પહેરવી જોઈએ.
  • સફેદ પેન્ટના પોકેટની અંદરની તરફનું લાઈનીંગ પણ સફેદ જ હોવું જોઈએ તથા તે બહારથી દેખાવું જોઈએ નહિ. આ જ કારણસર ટ્રાઉઝરનું કપડું જાડું હોવું જરૂરી છે.
  • સફેદ કપડાની જાળવણી કરવી મુશ્કેલ છે. એટલે સફેદ ટ્રાઉઝર માટે એવું કપડું પસંદ કરો કે જે ઘણા ધોવાણ બાદ પણ પીળું ન પડી જાય પરંતુ સફેદ રહે.
  • ક્યારેય સફેદ રંગનું સ્લિક કે સિન્થેટીક પરંતુ ચમકતું કપડું ન પસંદ કરો.

  • સફેદ રંગમાં મેટ લુકને જ પસંદ કરવું.
  • ક્રશ્ડ અથવા ક્રિંકલ્ડ ટેકસચર સાથે સિલ્કનું મિશ્રણ હોય તો ચમકતા સફેદ રંગને પસંદ કરવો. પરંતુ બને ત્યાં સુધી કોટન અથવા લિનન કપડાને જ પસંદ કરવું.
  • સફેદ પેન્ટનું ફિટીંગ સારું હોવું જરૂરી છે. થોડું ઢીલું પેન્ટ વધારે સુવિધાજનક ગણાય. સફેદ રંગની લિનન અથવા કોટનની ડ્રોસ્ટ્રીંગ અથવા કલીનકટ કેપ્રીસ એકદમ સુંદર દેખાય છે.
  • સફેદ જિન્સ પેન્ટ પણ સારી દેખાય છે. પરંતુ તેને પાંચ-છ વખત ધોયા બાદ સિલાઈ પાસેથી તે એકદમ જુનું દેખાવા લાગે છે.

શ્વેત રંગ બધા જ પ્રસંગે સારો લાગે છે. નૌ સેવામાં તથા ખલાસીઓ પણ સફેદ રંગના કપડા પહેરે છે. તે જ પ્રમાણે સફેદ રંગ રાજકારણીઓ અને શ્રીમંતોનો પણ મનપસંદ રંગ ગણાય છે. તેની સૌૈથી મહત્ત્વની ખાસિયત એ છે કે તે બધા જ રંગ સાથે ઉઠાવદાર દેખાય છે. જો કે ઘેરા રંગ સાથે સફેદ પેન્ટ ક્યારેક આંખોને આંજી નાંખે છે એટલે સફેદ પેન્ટ સાથે ઘેરા રંગની કાળજીપૂર્વક પસંદગી કરવી જોઈએ. ન્યુટ્રલ રંગો સાથે સફેદનો ઉઠાવ અનોખો આવે છે.

તમારે કેવા ફિટિંગની પેન્ટ જોઈએ તેના પર પણ કપડાની પસંદગીનો આધાર રહેલો છે. જો તમારે ટાઈટ ફિટિંગ જોઈએ તો લાયકા અથવા સ્પાન્ડેકસ મિશ્રિત કોટન કાપડને પસંદ કરવું જોઈએ.

દિવસનો સમય હોય કે રાત્રિનો બિઝનેસ લંચ હોેય કે ફંકી પાર્ટી પ્રસંગ અનુરૂપ ટૉપ સાથે સફેદ રંગનું ટ્રાઉઝર સુંદર દેખાય છે. હવે આ સોગિયો રંગ માઠા પ્રસંગ પૂરતો મર્યાદિત ન રહેતાં આધુનિક ફેશનમાં મહત્ત્વનું સ્થાન પામ્યો છે તે વાત વિસરવી ન જોઈએ. ટ્રાઉઝરએ દરેક સ્થળે દરેક પરિસ્થિતીમાં આરામ દાયક રહે છે જે યુવતીઓની આજકાલ પ્રથમ પસંદગી બન્યુ છે.જે ફેશનના સ્વરૂપમા આજે આપણને જોવા મળી રહ્યુ છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter