GSTV

Video: પારૂલ યુનિવર્સિટી દુષ્કર્મ કેસ: આરોપી જયેશ પટેલ ફરાર, અન્ય રાજ્યમાં ભાગી ગયાની શંકા

આ પહેલા વાઘોડિયા પોલીસે કહ્યું હતુ કે આ કેસની તપાસમાં પારુલ યુનિવર્સીટી દ્વારા કોઈ પ્રકારનો સહકાર મળતો નથી. જયેશ પટેલનું 18 મી તારીખે મોબાઈલનું છેલ્લું લોકેશન અમદાવાદનું આવ્યું હતું. જે બાદ તેનો મોબાઈલ બંધ આવે છે. સૂત્રોના મતે ભાજપના જ નેતાએ શરણ આપી હોવાની ચર્ચા છે. બ્લાસ્ટ આરોપીને પકડી પાડતી પોલીસ કૉલ ડિટેલ્સ મળવા છતા જયેશને પકડી શકી નથી.

પોલીસે અત્યાર સુધીમાં 200 કરતા વધુ લોકોની પૂછપરછ કરી છે. 25 સ્થળે છાપા મારી ફરાર જયેશ પટેલની શોધખોળ કરી છે. પોલીસ 6 ટીમો બનાવી જયેશને શોધી રહી છે. સાથે પોલીસે પુષ્ટી કરી છે કે પીડિતાનો મેડિકલ  રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોલીસે આ કેસમાં પીડિત વિદ્યાર્થિનીને જયેશ પટેલના ક્વાટરમાં લઈ જનારી રેક્ટર ભાવના પટેલની ધરપકડ કરી છે અને ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

જુઓ વિડીયો…

Related posts

ગુજરાતના ગામડાઓમાં પણ થઈ રહ્યું છે લોકડાઉન, ગામના સરપંચે પાંચ દિવસનું બંધ જાહેર કર્યું

Pravin Makwana

અમદાવાદમાં વધી રહેલા કોરોના કેસને પગલે વડોદરામાં 100 બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ

Ankita Trada

ગુજરાતના ખેડૂત પુત્રની બાસ્કેટ બોલની નેશનલ ટીમમાં થઈ પસંદગી, ભારતીય ટીમમાંથી બહેરીન રમવા માટે જશે

Karan
Do NOT follow this link or you will be banned from the site!