GSTV
Home » News » પાઠ્ય પુસ્તક મંડળનો વધુ એક મોટો છબરડો, રોજાને સંક્રામક રોગ તરીકે વર્ણવાયા

પાઠ્ય પુસ્તક મંડળનો વધુ એક મોટો છબરડો, રોજાને સંક્રામક રોગ તરીકે વર્ણવાયા

અગાઉ પ્રાયમરીના હિન્દીના પુસ્તકમાં ભગવાન ઈસુને હેવાન તરીકે દર્શાવ્યા બાદ ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળનો વધુ એક મોટો છબરડો સામે આવ્યો છે. પ્રાયરીના હિન્દીના જ પુસ્તકમાં રોજાને સંક્રામક રોગ તરીકે વર્ણવાયો છે. જેને લઈને મુસ્લિમ સમાજના લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

ધો.૪ની હિન્દીની પાઠ્ય પુસ્તકમાં ૩ નંબરના ઈદગાહ નામના પાઠમાં  મુસ્લીમ ધર્મના પવિત્ર મહિના એવા રમઝાન મહિનાના રોજાને લઈને વિવાદીત વાક્ય લખવામાં આવ્યું છે.

પાઠના અંતે વિદ્યાર્થીઓને લેશન માટે અપાયેલ શબ્દાર્થ -ટિપ્પણમાં લખવામા આવ્યું છે કે રોજા-એક ચાતક તથા સંક્રામગ રોગ, જિસમેં દસ્ત ઔર કૈ આતી હૈ. આમ રોજાની વ્યાખ્યા ખોટી રીતે અપાઈ હોઈ એવું વર્ણવવામાં આવ્યું છે કે રોજા એક સંક્રમણ રોગ છે અને જેમાં ઝાડ-ઉલ્ટી થાય છે.

અગાઉ પણ હિન્દીના દ્રિતિય ભાષાના પુસ્તકમાં ઈસુ ભગવાનને હેવાન તરીકે લખવામાં આવ્યાં હતાં અને ત્યારબાદ ખ્રિસ્તી સમાજના આગેવાનો દ્વારા મંડળ અને શિક્ષણમંત્રી સુધી લેખિત ફરિયાદ કરાતા મંડળ દ્વારા માફી માંગવામાં આવી હતી તેમજ પુસ્તકમાં વિવાદીત શબ્દને સુધારી લેવામાં આવ્યો હતો.

હજુ આ વિવાદ શમ્યો નથી ત્યાં ધો.ના હિન્દી પ્રથમ ભાષાના પુસ્તકમાં ઈસ્માલ ધર્મના પવિત્ર માસ રમઝાન અને રોઝાને લઈને વિવાદીટ ટીપ્પણી લખવામા આવતા વધુ એક વિવાદ ઉભો થયો છે.

મુસ્લીમ સમાજના લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. જો કે આ અંગે મંડળને જાણ થતા હાલ ઓનલાઈન મુકાયેલી પુસ્તકની કોપીમાં સુધારો કરી લેવાયો છે અને રોજા શબ્દને બદલે હેજા શબ્દ લખી નાખવામા આવ્યો છે. પરંતુ આ પુસ્તક હાર્ડ કોપીમાં રાજ્યની તમામ સ્કૂલોમાં પહોંચી ગઈ છે અને ભણાવવાનું પણ શરૂ થઈ ગયું છે.

Related posts

ગુજરાતના આ ગામમાં એવુ તે શું થયું કે ઘરોમાં લાગવા મંડ્યા ટપોટપ તાળા

Nilesh Jethva

સૈફની લાડલીએ ‘લવ આજ કલ’ના આ ગીત પર લગાવ્યા ઠુમકા, દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે વીડિયો

Ankita Trada

હદથી વધારે સ્માર્ટફોનનો વપરાશ મેન્ટલ હેલ્થ પર અવળી અસર કરે છે, જાણો કેવી રીતે…

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!