મરાઠાઓને અનામત મળતાં પાસે ભર્યું આ પ્રથમ પગલું, બાંભણિયા અને વરૂણની આવી પ્રતિક્રિયા

મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવાનું બીલ પાસ થતા ગુજરાતમાં પાટીદારોને અનામત આપવાની માગ વધુ ઉગ્ર થઈ છે. ત્યારે પાસના કન્વીનર અનામતની માગ સાથે ઓબીસી પંચની કચેરીએ પહોંચ્યા હતા. પાસ દ્વારા ઓબીસી પંચને સર્વે કરાવવાની માગ કરવામાં આવી છે. ઓબીસી પંચની કચેરીએ પાસના મનોજ પનારા, ગીતા પટેલ, જયેશ પટેલ અને ગોપાલ ઈટાલીયા પહોચ્યા હતા. પાસની માગ છે કે, રાજ્યમાં આર્થિક રીતે પછાત પાટીદારોને અનામતનો લાભ મળવો જોઈએ. મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર મરાઠાઓને અનામત આપી શકે તો ગુજરાતમાં પણ પાટીદારોને અનામતનો લાભ મળવો જોઈએ.

ભાજપ આંદોલન તોડવાનો પ્રયાસ કરી રહી છે

મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવા અંગેનું બિલ પાસ કરવામાં આવતા ગુજરાતમાં પણ પાટીદારોને અનામત આપવાની માગ ઉગ્ર બની છે. આ મામલે દિનેશ બાભણિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે, મહારાષ્ટ્ર સરકારનું બિલ આવકાર દાયક છે.. રાજ્યની ભાજપ સરકારે રાજ્યમાં પાટીદારોને અનામત આપવા માટે તુરંત સર્વે કરાવવો જોઈએ.. ભાજપ આંદોલન તોડવાનો પ્રયાસ કરી રહી છે. દિનેશ બાભણિયાએ વધુમાં જણાવ્યુ કે, મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત મળી શકે તો ગુજરાતમાં પણ પાટીદારોને અનામત મળવી જોઈએ..

પાસમાંથી ભાજપમાં જોડાયેલા વરૂણનો લૂલો બચાવ


મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવા માટેનું બિલ પાસ થતા ગુજરાતમાં પાટીદારો દ્વારા અનામત આપવાની માગ કરવામાં આવી રહી છે.ત્યારે આ મામલે ભાજપ નેતા વરૂણ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે, મહારાષ્ટ્રમાં જે પેટર્નટથી અનામત આપવામાં આવી રહી છે. તેનો રાજ્ય સરકાર અભ્યાસ કરી રહી છે. મહારાષ્ટ્રમાં આપવામાં આવેલી અનામત બંધારણીય રીતે ટકશે તો ગુજરાતમાં પણ પાટીદારોને અનામત આપવામાં આવશે..

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter