GSTV
Home » News » પાટણ સીટ માટે ઠાકોર સેના મેદાનમાં, પેરાશૂટને ઉતારશો તો જોયા જેવી થશે

પાટણ સીટ માટે ઠાકોર સેના મેદાનમાં, પેરાશૂટને ઉતારશો તો જોયા જેવી થશે

દર વખતની જેમ આ વખતે પણ એક સાંધો ત્યાં તેર તૂટે તેવી કોંગ્રેસની સ્થિતી છે. ગુજરાતની 26 સીટો પર ઉમેદવારની પસંદગી કરવા માટે કોંગ્રેસમાં ખેંચતાણ છે. સૌરાષ્ટ્રની અમરેલી, જામનગર અને પોરબંદ બેઠક પર પાટીદાર ચહેરાને સ્થાન મળશે તેવી સ્થિતી છે. જો કે બનાસકાંઠા અને પાટણ સીટ પર ચૌધરી કે ઠાકોર સમાજને પ્રતિનિધીત્વ મળે તેવી શક્યતા છે.

પાટણ લોકસભા બેઠકને લઈને કશ્મકશ અને ભારે સસ્પેન્સ સર્જાયું છે. અગાઉ પાટણ જિલ્લાના ઠાકોર સમાજના બે આગેવાનો અલ્પેશ ઠાકોર અને જગદીશ ઠાકોર વચ્ચે ઉમેદવારીને લઈ વિરોધ હતો. પરંતુ અલ્પેશ અને જગદીશ ઠાકોર બંનેએ ચૂંટણી લડવાની ના પાડતા ઠાકોર સમાજમાં અવઢવની સ્થિતિ ઉભી થઇ છે.

જેથી સમગ્ર વિવાદમાં પાટણ જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાએ પણ ઝંપલાવ્યું છે અને વિરોધનો સુર વ્યક્ત કરતા કોંગ્રેસ માટે મૂંઝવણભરી સ્થિતિ સર્જાઈ છે. પાટણ જિલ્લા ક્ષત્રિય સેનાના સભ્યોએ આયાતી ઉમેદવારનો વિરોધ કર્યો છે. અને સમાજના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપે તેને જ સમર્થન આપવાની વાત કરી છે.

READ ALSO

Related posts

26 એપ્રિલે વારાણસી જશે પીએમ મોદી, રોડ-શો બાદ ઉમેદવારી પત્ર ભરશે

Nilesh Jethva

નેતાઓની જીભ લપસવાની મૌસમ: શિવરાજસિંહે સનદી અધિકારીઓને ધમકી આપતા કહ્યું, કાલે…

Nilesh Jethva

મુખ્ય ન્યાયાધીશ ગોગોઇને ફસાવવા મહિલાએ જુઠા આરોપ લગાવ્યા: વકીલે સુપ્રીમને પુરાવા સોંપ્યા

Mayur