GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

પાકિસ્તાન પાણીના એક-એક ટીંપા માટે રડશે, ભારતના પ્લાનનો ગડકરીએ કર્યો ખુલાસો

પુલવામામાં આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન પર દબાવ લાવવાના ભારત પગલાઓ ભરી રહ્યું છે ત્યારે આ તમામ બાબતો વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ કહ્યું છે કે, ભારત આવનારા દિવસોમાં પાકિસ્તાનનું પાણી રોકી શકે છે.

ભારત પાકિસ્તાનને આપવામાં આવતી ત્રણ નદીઓનું પાણી રોકશે

પુલવામામાં CRPFના જવાનો પર હુમલા બાદ સિંધૂ જળ સમજૂતિ હેઠળ પાકિસ્તાનને મળતા પાણી પર રોક લગાવવાની માંગ કરવામાં આવી રહી છે. બાગપતમાં રેલીને સંબોધિત કરતા ગડકરીએ કહ્યું કે, ભારત પાકિસ્તાનને આપવામાં આવતી ત્રણ નદીઓનું પાણી રોકશે. ભારતના આ પગલાંથી પાકિસ્તાન ટીપાં પાણી માટે તરસશે. ત્રણ નદીઓના અધિકારનું પાણી પ્રોજેક્ટ બનાવીને પાકિસ્તાનની જગ્યાએ યમુનામાં છોડવામાં આવશે.

આત્મઘાતી હુમલામાં 40 સુરક્ષા કર્મચારીઓ ગુમાવ્યા

દેશમાં ફરી એકવાર નાપાક પાકની હરકત જોવા મળી છે અને દેશ આખો દુઃખ અને ક્રોધમાં છે. પુલવામામાં તાજેતરના આત્મઘાતી હુમલામાં 40 સુરક્ષા કર્મચારીઓ ગુમાવ્યા છે. 14 ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલો થયો અને જવાનો શહીદ થયા છે. આ હુમલામાં જેનો હાથ છે એવા આદિલ અહમદ ડાર અને જૈશ એ મોહમ્મદ સંગઠન પર પણ દેશ આખો લાલ આંખ કરીને બેઠો છે.

જો જોવામાં આવે તો વર્ષ 2014થી કશ્મીરમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. અત્યારે દિવસમાં ક્યાંક ને ક્યાંક હુમલાઓ થાય છે. એક સર્વે મુજબ, આ હુમલામાં બે આતંકવાદીઓની મૃત્યુના બદલામાં આપણા સૈનિકોમાનો એક સૈનિક શહીદ થયો છે. પુલવામા આત્મઘાતી હુમલો સુરક્ષા દળો પર આવા પ્રકારનો બીજો મોટો હુમલો હતો.

તો વળી 2000માં શ્રીનગર વિધાનસભામાં કાર બોમ્બ ધડાકા પછી આવા પ્રકારની ત્રીજી ઘટનાં છે. શ્રીનગર એસેમ્બલીને ટાર્ગેટ બનાવીને હુમલામાં 38 લોકોએ પોતાનું જીવન ગુમાવ્યું હતું અને એની સામે ત્રણ આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા હતા. એક વર્ષ પછી 2001માં એક સ્થાનિક આતંકવાદી વિસ્ફોટક લઈને કાર સાથે શ્રીનગરના બદામગઢમાં આર્મી કેન્ટોમેન્ટમાં પ્રવેશી ગયો હતો. પુલવામા સહિત આ ત્રીજો હુમલો છે કે જે જૈશએ કરાવ્યો હતો.

દક્ષિણ એશિયા ટેરરિઝમ પોર્ટલ (એસએટીપી) પર 2014 થી 2019 સુધીના આંકડાના વિશ્લેષણ બતાવવામાં આવ્યાં છે કે 2018 પછી પહેલા કરતા વધુ હિંસા થઈ રહી છે. ગયા વર્ષે નાના મોટા એમ કરીને કુલ 205 હુમલાઓ થયા છે. તો વળી 2017માં કુલ હિંસા 164, તેમજ 2016માં 112, 2015માં 88 અને 2014માં 90 ઘટના બની છે. તે જ સમયે, 2019માં બે મહિનામાં 16 આતંકવાદી હુમલા થયા છે.

તો એક સર્વે એવું પણ કહે છે કે બે આતંકવાદીઓના મૃત્યુ પર આપણો એક સૈનિક શહીદ થયો જ છે પણ સાથે સાથે દરેક 82 આતંકવાદીઓના મૃત્યુ પર 18 સ્થાનિક લોકો પર માર્યા ગયા છે. એસએટીપીના ડેટા એનાલિસિસે જાહેર કર્યું છે કે ગયા વર્ષે નવેમ્બરમાં સુરક્ષા દળો દ્વારા 107 આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે સપ્ટેમ્બરમાં 105 આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા હતા.

Related posts

મોદી સરકારે આ યોજનાને વધુ 5 મહિના લંબાવવાની આપી મંજૂરી, 81 કરોડ લોકોને મળશે મફત અનાજ

Pravin Makwana

ભગવાન રામનું આ પવિત્ર શહેર થશે નોન વેજ અને દારૂના વેચાણથી મુક્ત, યોગી સરકાર લગાવશે પ્રતિબંધ

Pravin Makwana

અમદાવાદ મનપાની માથે બોપલ ડમ્પિંગ સાઈટ દુર કરવાની આવી જવાબદારી, પીરાણાનો પ્રશ્ન યથાવત, રહીશોમાં રોષ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!