GSTV
India ટોપ સ્ટોરી

પહેલા આપણી સેના સફેદ ઝંડો બતાવતી હતી, પરંતુ હવે ધાણીફૂટ જવાબ આપે છે: રાજનાથસિંહ

બારડોલીમાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રામાં ભાગ લેવા આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહનું સુરત એરપોર્ટ પર ભાજપના સ્થાનિક નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં બારડોલીમાં ગૌરવ યાત્રાને સંબોધિત કરતાં ગૃહ પ્રધાન રાજનાથસિંહે મોદી સરકારના ભરપૂર વખાણ કર્યા. તેમણે ગુજરાત ચૂંટણી મુદ્દે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ પાડોશી દેશ પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા.

ચૂંટણી સમયે રાહુલ ગાંધીને ભગવાન યાદ આવ્યા

સુરતમાં તેમણે મીડિયા સાથેની વાતચીતમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. તેમણે રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યુ કે, રાહુલ ગાંધીને ચૂંટણી સમયે ભગવાન યાદ આવ્યા છે.

પાકિસ્તાન પર રાજનાથસિંહના આકરા પ્રહાર

બારડોલીમાં ગૌરવ યાત્રાને સંબોધિત કરતાં ગૃહ પ્રધાન રાજનાથસિંહે મોદી સરકારના ભરપૂર વખાણ કર્યા છે. તેમણે કહ્યુ કે, અમારી સરકારે કાશ્મીરમાં આતંકીઓ સામે કાર્યવાહી કરવા માટે સેનાને છુટો દોર આપ્યો છે. આ સાથે તેમણે પાકિસ્તાન પર પણ નિશાન સાધ્યુ છે. સાથે જ કહ્યુ છે કે, સરહદ પર અવારનવાર પાકિસ્તાન દ્વારા શસ્ત્રવિરામનો ભંગ કરવામાં આવે છે, તેનો પણ જડબાતોડ જવાબ અપાઇ રહ્યો છે. તેમણે નામ લીધા વિના જૂની સરકાર પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, પહેલા પાકિસ્તાન સીઝફાયરનો ભંગ કરે તો આપણી સેના સફેદ ઝંડો બતાવતી હતી. પરંતુ હવે સામેથી એક ગોળી છુટે તો ભારત તેનો ધાણીફૂટ જવાબ આપે છે.

બારડોલીમાં ગૌરવ યાત્રામાં ગૃહપ્રધાન રાજનાથ સિંહે કાશ્મીર મુદ્દે નહેરુને યાદ કર્યા હતા તેમણે કહ્યું હતું કે, નહેરુને સરદાર પટેલે રોક્યા ન હોત તો આજે કાશ્મીર સંકટ ઉકેલાઈ ગયો હતો.

પાકિસ્તાનને ખબર છે કે ભારતમાં કોંગ્રેસની સરકાર નથી: રાજનાથસિંહ

રાજનાથ સિંહે પાકિસ્તાન મુદ્દે પ્રહાર કરતા કહ્યુ કે, હવે પાડોશી દેશ પાકિસ્તાન પણ જાણી ગયુ છે કે, ભારતમાં કોંગ્રેસની સરકાર નથી. ભારતમાં ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીની સરકાર છે. તેમણે આતંકવાદ સામે કાર્યવાહી માટે સેનાને છુટ્ટો દોર આપ્યો હોવાનું કહ્યુ હતુ.

ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા ડોકલામ સરહદ વિવાદને ઉકેલવા માટે ભારત સરકારની કૂટનીતિના પણ રાજનાથ સિંહે વખાણ કર્યા અને હવે ચીન પણ આ મુદ્દો ઉકેલવા તત્પરતા દર્શાવશે તેમ કહ્યું.

રાજ્યભરમાં વિકાસના મુદ્દે સોશિયલ મીડિયા પર ભાજપ ઘેરાઈ ગયુ છે અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ આ મુદ્દે વિકાસ ગાંડો થયો છે, તેમ કહીને આક્ષેપ કરતાં હોય છે. જેનો જવાબ ગૃહપ્રધાન રાજનાથ સિંહે પોતાના સંબોધન દરમિયાન આપ્યો હતો.

Related posts

RBI-સરકાર માટે રાહત : ગ્રાહક સ્તરનો મોંઘવારી દર ઘટીને 4 મહિનાના તળિયે

GSTV Web Desk

New Shiv Sena Bhawan : એકનાથ શિંદે બનાવશે નવું શિવસેના ભવન, ઉદ્ધવ ઠાકરેથી વધુ વધશે ધાગ!

GSTV Web Desk

લફરાની આશંકા/ વિધવા માતા ઉપર જ પુત્રને હતી અન્ય અફેરની આશંકા, ઓચિંતા ઘરે આવીને આપ્યો ઘટનાને અંજામ

GSTV Web Desk
GSTV