પર્યાવરણમાં રહેલા ઝેરી મેટલના કણો હૃદય રોગના જોખમમાં કરે છે ૩૦% વધારો

પર્યાવરણ માં રહેલા આર્સેનિક, સીસું, તાંબું અને કેડમિયમ જેવા ઝેરી ધાતુઓના સંપર્ક માં આવવાથી રક્તવાહિનીઓ સંબંધિત બીમારીઓ અને કોરોનરી હૃદય રોગનું જોખમ વધી જાય છે. આર્સેનિકના સંપર્કમાં આવવાથી કોરોનરી હદયરોગનું જોખમ ૨૩ ટકા વધી જાય છે, તેમજ રક્તવાહિનીના રોગના જોખમમાં પણ ૩૦ ટકાનો વધારો થાય છે.

નવા સંશોધનમાં આ બાબત જાહેર કરવામાં આવી છે. સંશોધન મુજબ, એવું અનુમાન કરવામાં આવે છે કે ટૂંક સમયમાં હૃદયરોગથી પીડિત મોટા ભાગના દર્દીઓ ભારતના હશે. હૃદ ભારતમાં ૫૦ વર્ષથી ઓછી ઉંમરના ૫૦ ટકા લોકોને હૃદયરોગ હોઈ છે અને બાકીના ૨૫ ટકા હૃદયરોગના દર્દીઓની સરેરાશ ઉંમર ૪૦ વર્ષ કરતાં ઓછી હોય છે. ગામડાની તુલનાએ, શહેરોમાં રહેતા લોકો હૃદયરોગના હુમલાથી ત્રણ ગણા વધુ પ્રભાવિત હોય છે.


       હાર્ટ કેર ફાઉન્ડેશન (HCFI) ના પ્રમુખ ડૉ કેકે અગ્રવાલએ કહ્યું, " ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, કેન્સર અને સ્ટ્રોક, જેવી બીમારીઓ ઝડપથી વધી રહી છે અને ટૂંક સમયમાં તે એક રોગચાળોનું રૂપ લઇ લેશે . શહેરી વસતા લોકોમાં ગ્રામીણ વિસ્તારના લોકો કરતા હૃદયરોગ થવાનું જોખમ ૩ ગણું વધારે હોય છે. તેનું કારણ છે તણાવ, વ્યસ્ત જીવનશૈલી અને દિનચર્યા . જેના કારણે દિવસ દરમિયાન શારીરિક પ્રવૃત્તિઓ માટે કોઈ સમય રહેતો જ નથી. "


      નિયમિત કસરત અને વૉકિંગથી ફાયદો થશે. ડો. કેકે અગ્રવાલે એવુ સુચન આપ્યું હતું કે દિવસ દરમિયાન થોડા સમય માટે તો શારીરિક પ્રવૃત્તિ તેમજ કસરત કરવી જ જોઈએ. તેઓએ જણાવ્યું હતું કે, સપ્તાહ દરમિયાન ઓછામાં ઓછી ૮૦ મિનિટ હળવો વ્યાયામ કરવો જ જોઈએ.
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter