પરીક્ષા સમયે આટલા કલાકની ઉંઘ જરૂરી, સુધરશે બાળકનું પર્ફોર્મન્સ

બાળકના શારીરિક વિકાસ માટે ખોરાક જેટલો જરૂરી છે તેટલી જ જરૂરી છે ઊંઘ. બાળકની પૂરતી ઊંઘ તેના અભ્યાસ માટે પણ જરૂરી છે. બાળક પરીક્ષામાં સારું પરીણામ લાવે તેવી ઈચ્છા રાખતા માતા પિતાએ તેના બાળકને પૂરતી ઊંઘ કરાવવી જોઈએ. તાજેતરમાં જ થયેલી એક શોધમાં સ્પષ્ટ થયું છે કે જે બાળકોને વિષયો યાદ રાખવામાં તકલીફ પડતી હોય, પેપર લખતી વખતે થાક અનુભવતા હોય તેવા બાળકોએ પરીક્ષા સમયે પૂરતી ઊંઘ કરવી જોઈએ. પરીક્ષા સમયે 8 કલાકની ઊંઘ કરનાર બાળકો રાત્રે જાગીને અભ્યાસ કરતા બાળકો કરતાં સારું પરીણામ લાવે છે. 

વાયલર યૂનિવર્સિટી આટ્સ એન્ડ સાયન્સના પ્રોફેસર માઈકલ સ્કુલિનનું આ બાબતે જણાવવું છે કે પૂરતી ઊંઘ કરીને જે બાળક પેપર લખે છે તેનું પરીણામ સારું આવે છે. જો કે આ શોધથી ઉલટું મોટાભાગના વિદ્યાર્થી પરીક્ષા સમયે મોડે સુધી જાગી અભ્યાસ કરે છે અને ઊંઘ બગાડે છે. 

8 કલાકની ઊંઘ વધારે છે ગ્રેડ

શાળાના વિદ્યાર્થી પર કરેલા અધ્યયન અનુસાર એક સ્ટુડન્ટ જેની પ્રાથમિક અને પ્રાઈમરી એકઝામમાં ડી ગ્રેડ હતો તેણે ફાઈનલ એક્ઝામ પહેલા આઠ કલાકની ઊંઘ કરી તો તેમનું પ્રદર્શન અને ગ્રેડમાં સુધારો નોંધાયો. વિદ્યાર્થીએ પણ માન્યુ કે ફાઈનલ એક્ઝામમાં તેનું મગજ પહેલા કરતાં વધારે સારી રીતે ચાલ્યું.

અનિદ્રા વધારે છે તાણ

બાળકો જ્યારે પરીક્ષા સમયે ઊંઘ પૂરી કરતા નથી ત્યારે તે અનિંદ્રાનો શિકાર થઈ જાય છે. આ કારણે તેનામાં માનસિક તાણ વધે છે. આવા વિદ્યાર્થીઓને બધું જ આવડતું હોય તેમ છતાં તે સારું પર્ફોમન્સ આપી શકતા નથી. આ કારણે તેમનો ગ્રેડ પણ ઘટી જાય છે. 

ઓછી ઊંઘ કરવાથી થતા નુકસાન

દરેક વ્યક્તિની ઉંમર અને શારીરિક જરૂરીયાત અનુસાર તેની ઊંઘ જરૂરીયાત નક્કી કરવામાં આવે છે. જેમકે નવજાત બાળક માટે 20 કલાકની ઊંઘ, શાળામાં જતા બાળકો માટે 10 કલાક, કોલેજ જતા યુવાનો માટે 8 કલાકની ઊંઘ ખૂબ જરૂરી હોય છે. આ પ્રમાણે જો તેઓ ઊંઘ ન કરે તો તેનું પરીણામ ચિંતાજનક હોય છે.

આઈ. ક્યૂ લેવલ ઘટે છે

ઊંઘ ન આવવાથી બાળકોમાં આઈ. ક્યૂ લેવલ ઘટવાની શરૂઆત થઈ જાય છે. તેમને કોઈ વિષય યાદ રાખવામાં સમસ્યા થવા લાગે છે. આ તકલિફની અસર તેના પરીક્ષાના પર્ફોમન્સ પર પણ થાય છે. 

બાળકનો ચિડીયો સ્વભાવ

અનિદ્રા જે બાળકોમાં હોય તેમનો સ્વભાવ ધીરે ધીરે ચિડીયો થવા લાગે છે. તેઓ અનેક પ્રયત્ન કરે તો પણ તેમનું મન અભ્યાસમાં લાગતું નથી.

થાક લાગવો

ઊંઘ ન થવાના કારણે તેને પરીક્ષા સમયે થાક લાગે છે. થાકના કારણે તે પેપર પણ બરાબર રીતે લખી શકતા નથી.

હાઈપર એક્ટિવિટી

ઊંઘની ખામીના કારણે બાળકો હાઈપર એક્ટિવ થઈ જાય છે. ઉંમર વધવાની સાથે તે દરેક વસ્તુને ગંભીરતાથી લેવા લાગે છે. તેની અસર તેમની માનસિકતા પર પણ પડે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter