પરફ્યુમ લગાવતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન, લાંબા સમય સુધી રહેશે સુગંધ

તમે પરફ્યૂમ લગાવો તો છો પણ થોડી જ વારમાં તેની સુગંધ ચાલી જાય છે. આજે અમે તમને જણાવીશ કેટલાક એવા ટિપ્સ જેને અજમાવીને તમે તમારા પરફ્યૂમની સુંગંધને મોડે સુધી જાણવી રાખી શકશો.


સૂકી હોય સ્કિન ત્યારે લગાવો પરફ્યૂમ
યાદ રાખો કે પરફ્યૂમ ત્યારે જ લગાડવું જ્યારે તમારી સ્કિન સંપૂર્ણ રીતે સૂકાઇ ગઈ હોય. એટલે કે તેના પર પાણી ન હોય. પાણી સૂક્યા પછી તેના પર મોશ્ચરાઈજર લગાવી શકો છો, પછી પરફ્યૂમ લગાડો. જો વગર મોશ્ચરાઈજરના પરફયૂ લગાવસ્ગો તો સ્કિન પૂરી રીતે તેને શોષી લેશે અને સુંગંધ થોડા સમય પછી ખત્મ થઈ જશે.


પેટ્રોલિયમ જેલીથી મળશે મદદ
જો સ્કિન પર પેટ્રોલિય જેલી લગાવી છે અને તેના પર પરફયૂમ લગાવો છો, તો તેની સુંગંધ લાંબા સમય સુધી બની રહે છે.


સ્નાન કર્યા બાદ
જ્યારે પણ તમે સ્નાન કરો તો તેના તરત બાદ તમારા પોર્સ ખુલી જાય છે, તેથી નહાવ્યા પછી શરીરને સુકાવીને પરફ્યૂમ લગાડવું જોઈએ.


પરફ્યૂમ લગાવીને હાથ ન ઘસવો 


હમેશા લોકો પરફ્યૂમ લગાવ્યા પછી તેને બીજા હાથથી ઘસે છે અને પછી તેની સુગંધ સૂંઘે છે. પણ આવું કરવાથી પણ પરફયૂમની સુગંધ વધતી નહી પણ ઘટી જાય છે.
કાંડા પર પરફયૂમ લગાવો અને એમજ મૂકી દો. તેનાથી સુગંધ લાંબા સમય સુધી ટકી રહે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter