GSTV
Home » News » પદ્માવત ગુજરાતમાં રિલીઝ થવાની શક્યતા, કરણી સેનાએ ફિલ્મ રિલીઝ કરવા તૈયારી દર્શાવી

પદ્માવત ગુજરાતમાં રિલીઝ થવાની શક્યતા, કરણી સેનાએ ફિલ્મ રિલીઝ કરવા તૈયારી દર્શાવી

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત ગુજરાતમાં રિલીઝ થઈ શકે છે. કરણી સેનાએ ફિલ્મ રિલીઝ કરવા તૈયારી દર્શાવી છે.

કરણી સેનાએ ભંણસાલી પ્રોડક્શનને પત્ર લખી વિશ્વાસ આપ્યો છે કે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ફિલ્મને રિલઝ કરવામાં આવશે તો તેનો વિરોધ કરવામાં નહીં આવે. ગત્ત દિવસે રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના ઉપાધ્યક્ષ યોગેન્દ્રસિંહે કહ્યુ હતું, ભણસાલી પ્રોડક્શન દ્વારા ફિલ્મ જોવા માટે આમંત્રણ મળ્યુ હતું. જે બાદ ફિલ્મ પદ્માવતને જોવામાં આવી હતી.

કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીએ જણાવ્યું કે ફિલ્મમાં રાજપુત સમાજની મહાનતા અને રાજપુતોના ત્યાગના ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે ફિલ્મના વિરોધના પગલે રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને ગોવામાં ફિલ્મ રિલીઝ કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જે બાદ ફિલ્મ પદ્માવતને ચારેય રાજ્યોમાં રિલીઝ કરવામાં આવી નથી.

Related posts

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા તેમના નેતૃત્વ હેઠળનું ડેલિગેશન ફર્યું પરત

pratik shah

જાપાનનાં સમ્રાટ નારૂહીતોએ રાજગાદી સંભાળી, રાષ્ટ્રપતિ પણ રહ્યા હાજર

pratik shah

આઇટીબીપીના 57માં સ્થાપના દિવસ પહેલા ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસના ડીજી એસ.એસ.દેસવાલે આપ્યું નિવેદન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!