GSTV
Home » News » પદ્માવતના વિરોધમાં સુરતમાં કરણી સેનાના કાર્યકરોના દેખાવો

પદ્માવતના વિરોધમાં સુરતમાં કરણી સેનાના કાર્યકરોના દેખાવો

સુરત જેવા ખૂબસુરત શહેરની હાલત વારંવાર બદસૂરત થતી હોય છે. કોઇપણ પ્રકારનો વિરોધ હોય સુરતની હાલત બદસૂરત થતી હોય છે. ફિલ્મ પદ્માવતના વિરોધમાં પણ આવું જ થયું છે. કરણી સેનાએ તોડફોડ કરીને વિરોધ નહીં કરાય તેવી જાહેરાત કરી હોવા છતાં સુરતમાં કરણી સેના અને સૂર્ય સેનાના કાર્યકરોએ સીટી બસને અટકાવીને વિરોધ કર્યો. બસમાં પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી.

આ ઉપરાંત રસ્તાઓ પર ચક્કાજામ કરી ટાયરો સળગાવી દેખાવો કરાયા. કતારગામ, પર્વત પાટિયા, પીપલોદ, લીંબાયત સહિત કાપોદ્રા વિસ્તારમાં સેનાના કાર્યકરોએ ટાયરો સળગાવી ફિલ્મ પદ્માવતી પર રોક લગાવવાની માંગ કરી. ત્યાં સુધી કે કાપોદ્રા ખાતે પોલીસ મથકના પીઆઇ સાથે વિરોધ કરનાર કાર્યકરોએ ધક્કામુક્કી કરી હતી. સુરતમાં આ ફિલ્મને લઇને કાપોદ્રા વિસ્તારમાંથી સૌ પ્રથમ અવાજ ઉઠ્યો હતો. કાપોદ્રા ચાર રસ્તા ખાતે સેનાના કાર્યકરોએ રસ્તા પર ટાયરો સળગાવી સુત્રોચાર કર્યા હતા. ફિલ્મ રિલીઝ થશે તો સિનેમાઘરોમાં આગજની કરવા સુધીની ચીમકી ઉચ્ચારાઇ હતી. વિરોધ કરનારાઓને અટકાવવા ગયેલા કાપોદ્રા પોલીસ મથકના પીઆઇ જોડે કેટલાક ટીખણખોરોએ ટપલીદાવ કરી ધક્કે ચઢાવ્યા હતા. જો કે બાદમાં પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોંચી જતાં કલાકો બાદ મામલો થાળે પડ્યો હતો.

Related posts

ત્રિપલ તલાકના કાયદા પ્રમાણે ગુજરાતના આ શહેરમાં નોંધાઈ પહેલી પોલીસ ફરિયાદ

Path Shah

અમદાવાદ કોર્પોરેશને ગણેશ મહોત્સવને લઈને કર્યું સ્પર્ધાનું આયોજન, ભાગ લેવા માટે આવા છે નિયમો

Nilesh Jethva

ડભોઇ : યુવકે પરિણીત યુવતીનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ, યુવતીની હાલત ગંભીર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!