GSTV
Home » News » પતિસુખથી વંચિત છો? સંધ્યા સમયે કરો આ ઉપાય, મળશે શુભફળ

પતિસુખથી વંચિત છો? સંધ્યા સમયે કરો આ ઉપાય, મળશે શુભફળ

જે પત્નીને પતિસુખ ન મળતું હોય, પતિ દુર્લક્ષ સેવતો હોય, પતિથી વિયોગ રહેતો હોય એ તમામ પરણીત સ્ત્રીઓ માટે આ શાસ્ત્રોક્ત ઉપાય રામબાણ ઇલાજ પુરવાર થશે. રૂક્મણીજીએ મનોમન શ્રીકૃષ્ણનો પતિ તરીકે સ્વીકાર કર્યો હતો. પણ, તેમના પિતાશ્રી અને ભાઈ રુક્મણીજીનો વિવાહ શિશુપાલ સાથે કરાવવા માંગતા હતા. ત્યારે, રુક્મણીજીએ શ્રીકૃષ્ણ ઉપર પત્ર લખ્યો અને તે પત્ર એક બ્રાહ્મણ દ્વારા શ્રીકૃષ્ણને દ્વારકા મોકલાવ્યો. આ પત્ર અત્યંત દિવ્ય અને પુણ્યફળ અર્પણ કરનારો છે. શ્રીમદ્ ભાગવતમાં આ પત્રનો ઉલ્લેખ છે. આ પત્રનું વાંચન સંધ્યા સમયે દિપપ્રાગટ્ય કરી જે સ્ત્રી વાંચશે તેને શુભફળ પ્રાપ્ત થશે. પૂર્ણપુરૂષોત્તમ નારાયણ તે સ્ત્રીના દુઃખ દૂર કરી તેને પતિનું અખંડ સુખ અર્પણ કરશે.

રૂક્મણીજી દ્વારા લખેલો દિવ્ય પત્ર આ પ્રમાણે છે-

શ્રુત્વા ગુણાન્ભુવનસુંદર શ્રૃણવતાંતે

નિર્વિશ્ય કર્ણ વિવરૈર્હતો ડગતાપમ્

રૂપં દ્રશાં દ્રશિમતામખિલાર્થલાભં

ત્વચ્ચચ્યુતાવિશતિ ચિત્તમપત્રપં મે ।।

હે ભુવનસુંદર શ્રીકૃષ્ણ ! કાનના છિદ્રોથી શ્રોતાઓના હૃદયમંદિરમાં પ્રવેશ કરી અંગના તાપને દૂર કરતાં આપના ગુણો તેમજ મનમોહક નેત્રોને સંપૂર્ણ અર્થ લાભ રૂપ આપનું રૂપ સાંભળી મારૂં મન નિર્લજ્જ થઈ આપમાં લાગ્યું છે. (1)

કા ત્વા મુકુન્દ મહતી કુલશીલરૂપ

વિધાવયોદ્રવિણધામભિરાત્મતુલ્યમ

ધીરા પતિં કુલવતી ન વણિત કન્યા

કાલે નૃસિંહ નરલોકમનો ભિરામમ્ ।। (2)

હે મુકુન્દ ! હે પુરૂષ શ્રેષ્ઠ ! કુલ, શીલ, રૂપ, વિદ્યા, વય, ધન તથા પ્રભાવથી કેવળ પોતાના જ જેવા (નિરૂપમ) અને મનુષ્ય લોકના મનને આનંદ આપનારા આપને કુળવાન, મોટા ગુણવાળી અને ધીરજવાળી કઈ કન્યા વિવાહ વખતે આપને પતિ તરીકે ન સ્વીકારે ? (2)

તન્મે ભવાન્ખલુ વૃતઃ પતિરડગ જાયા

માત્મા ર્પિતશ્ચ ભવતોઅત્ર વિભો વિધેહિ ।

મા વિરભાગમભિમર્શતુ ચૈદ્ય આરાદ્

ગોમાયુવન્મૃગપતેર્બ લિમંબુજાક્ષા ।। (3)

માટે હે પ્રભુ ! આપને જ મેં મારા પતિ સ્વીકાર્યા છે. મેં મારો આત્મા આપને સોંપ્યો છે, તો આપ અહીં પધારી મને આપની પત્ની બનાવો. પણ હે કમલનયન ! શિયાળ જેમ સિંહના ભાગને અડી શકે નહીં તેમ શિશુપાલ આવીને આપ વીપુરૂષના ભાગરૂપ મને ન અડકે. (3)

પૂર્તે ષ્ટદત્તનિયમવ્રતદેવવિપ્ર

ગુર્વર્ચનાદિભિરલં ભગવાનન્પરેશઃ ।

આરાધિતો યદિ ગદાગ્રજ એત્ય પાણિં

ગુન્હણાતુ મે ન દમઘોષસુતાદયો ડ ન્યે ।। (4)

હે મારા વ્હાલા પ્રભુ ! મેં વાવકૂવા બંધાવ્યા, અગ્નિહોત્રાદિ યજ્ઞો કર્યાં, સુવર્ણ આદિકના દાન દીધાં, તીર્થાટન કરી નિયમ પાળ્યા, ચાંદ્રાયણ આદિક વ્રતો આદર્યાં. વળી, હે પ્રભુ… દેવ બ્રાહ્મણ, ગુરૂ વગેરેની પૂજા કરી મેં પરમેશ્વરનું જો પૂર્ણ આરાધન કર્યું હોય તો ગદના વડીલબંધુ શ્રીકૃષ્ણ પ્રભુ આપ અહીં આવી મારૂં પાણીગ્રહણ કરો, પણ બીજા શિશુપાલ વગેરે ક્યારેય ન કરો. (4)

શ્વોભાવિનિ ત્વમજિતોદ્વહને વિદર્ભાન્

ગુપ્તઃ સમેત્ય પૃતનાપતિભિઃ પરીતઃ ।

નિર્મથ્ય ચૈદ્યમગદ્યેંદ્રબલં પ્રસહ્ય

માં રાક્ષસેન વિધિનોદ્ધહ વીર્યશુલ્કામ્ ।। (5)

હે અજીત ! આવતીકાલે થનારા વિવાહમાં આપ સેનાપતિઓથી વીંટણાઈ વિદર્ભ દેશમાં પધારજો અને શિશુપાલ તથા જરાસંઘના સૈન્યનો પરાજય કરી બળથી પરાક્રમરૂપ મૂલ્યવાળી મને આપ રાક્ષસ વિધિથી પરણજો. (5)

અંતઃ પુરાંતરચરીમનિહત્ય બન્ધૂ

સ્ત્વામુદ્ધહે કથમિતિપ્રવદામ્યુપાયમ્ ।

પૂર્વેદ્યુરસ્તિ મહતી કુલદેવીયાત્રા

યસ્યાં બિહિર્નવવધૂર્ગિરિજામુપેયાત્ ।। (6)

હે શ્રીકૃષ્ણ ! કદાચ આપ કહો અંતઃપુરની વચ્ચે રહેનારી તને તારા સગાસંબંધીઓનો નાશ કર્યા સિવાય હું શી રીતે પરણી શકું ?  તો હું આપને ઉપાય બતાવું છું. અમારા કુળમાં વિવાહના આગલા દિવસે હું પાર્વતિ દેવીના દર્શન કરવા શહેરની બહાર પાર્વતિના મંદિરમાં આવું ત્યારે ત્યાંથી મારૂં હરણ કરવું આપને સરળ રહેશે અને મારા સગાસંબંધીને હણવાનો પ્રસંગ જ ઉપસ્થિત નહીં થાય. (6)

યસ્યાંધ્રિપ ડકજરજઃસ્નપનં મહાંતો

વાંછંત્યુમાપતિરિવાત્મતમો ડપહત્યૈ ।

યર્હ્યમ્બુજાક્ષા ન લભેય ભવત્પસાદં

જહ્યામસૂન્ વ્રતૃકશાનૂ શતજન્મભિઃ સ્યાત્ ।। (7)

હે કમલનયન શ્રીકૃષ્ણ ! ઉમાપતિ શંકરની પેઠે બીજા પણ મોટા પુરૂષો પોતાના અજ્ઞાનનો નાશ કરવા આપના ચરણકમળની રજમાં સ્નાન કરવા ઇચ્છે છે. જો આપશ્રીની કૃપા હું આ જન્મમાં નહીં મેળવું તો વ્રત-ઉપવાસ દ્વારા મારા દેહને અત્યંત દુર્બળ બનાવીશ અને મારા પ્રાણનો ત્યાગ કરીશ. સતત આ પ્રમાણે કરતા સેંકડો જન્મો બાદ પણ આપની કૃપા મારા ઉપર થશે જ. (7)

રૂક્મણીજીનો આ સંદેશ વાંચી શ્રીદ્વારકાનાથે રૂક્મણીજી ઉપર કૃપા કરી અને તેમનું પાણીગ્રહણ કર્યું.

સંધ્યા સમયે દિપપ્રાગટ્ય કરી શ્રીકૃષ્ણની મૂર્તિ કે ફોટા સમક્ષ આ પત્ર વાંચવાથી પરણિત સ્ત્રીને પતિનું પૂર્ણ સુખ પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ સ્થાયીરૂપથી નિવાસ કરે છે. –

અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય) (મો)  706 999 8609 ઈ-મેલ – harisahitya@gmail.com

Related posts

જૂનાગઢના ગીરના જંગલમાં દીપડાના બચ્ચાની પજવણીનો મામલો આવ્યો સામે

Mansi Patel

રાજ્યમાં 15 મી નવેમ્બરથી સત્તાવાર શિયાળાની શરૂઆત

Mansi Patel

જો ટ્રાફ્રિક નિયમોમાં કરશો આટલી ભૂલો તો ભરવો પડશે ભારેખમ દંડ, જાણો નિયમો

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!