GSTV
Home » News » પંજાબ નેશનલ બેંકનો વધુ એક 9.9 કરોડના કૌભાડનો ખુલાસો

પંજાબ નેશનલ બેંકનો વધુ એક 9.9 કરોડના કૌભાડનો ખુલાસો

પંજાબ નેશનલ બેંકના વધુ એક 9.9 કરોડના કૌભાડનો ખુલાસો કરવામાં છે. આ કૌભાંડ અંગે પીએનબીએ પોલીસને માહિતી આપી. પીએનબીએ મુંબઈની બ્રાંડી હાઉસ બ્રાંચમાં કરવામાં આવેલા કૌભાંડ અંગે માહિતી મેળવી છે. કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદમાં કૌભાંડ માટે ચાંદરી પેપર એન્ડ પ્રોડક્ટસ પ્રાઈવેટને જવાબદાર ગણવામાં આવી છે.

પીએનબી કૌભાંડ મામલે દિવસેને દિવસે નવા ખુલાસાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક કૌભાંડની માહિતી ઉજાગર થઈ છે. આ પહેલા પીએનબી કૌભાંડમાં નિરવ મોદી અને મહુલ ચોકસીની સંડોવણી બહાર આપી હતી. પીએનબી કૌભાંડ મામલે તપાસ કરી રહેલી ઈડી સહિતની તપાસ એજન્સીઓ નિરવ મોદી અને મેહુલ ચોકસીની કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી ચૂકી છે.

વિદેશ મંત્રાલયે ઈડીની ભલામણ બાદ નિરવ મોદી અને મેહુલ ચોકસીનો પાસપોર્ટ પણ રદ કર્યો છે. તો આ મામલે ઈડીએ નિરવ મોદીને અનેક સમન પણ પાઠવ્યા છે. જેના જવાબમાં નિરવ મોદી સતત ઈડી સમક્ષ ગેરહાજર રહ્યો છે.

Related posts

જૂનાગઢના ગીરના જંગલમાં દીપડાના બચ્ચાની પજવણીનો મામલો આવ્યો સામે

Mansi Patel

રાજ્યમાં 15 મી નવેમ્બરથી સત્તાવાર શિયાળાની શરૂઆત

Mansi Patel

જો ટ્રાફ્રિક નિયમોમાં કરશો આટલી ભૂલો તો ભરવો પડશે ભારેખમ દંડ, જાણો નિયમો

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!