GSTV
Home » News » VIDEO : આ બે દ્રશ્યો સરકારની કાયદા વ્યવસ્થા પર પેદા કરે છે મોટો સવાલ, તમે પણ થશો સહમત

VIDEO : આ બે દ્રશ્યો સરકારની કાયદા વ્યવસ્થા પર પેદા કરે છે મોટો સવાલ, તમે પણ થશો સહમત

સૌથી પહેલો સવાલ સિક્યુરીટી ક્યારે વધારે હોવી જોઇએ.ત્યારે જ્યારે કોઇ નેતા શહેરની મુલાકાતે આવ્યા હોય કે પછી ત્યારે જ્યારે શહેરમાં તોફાની જેવી સ્થિતી હોય. સામાન્ય લોકોને જો આ સવાલ કરવામાં આવે ત્યારે સામાન્ય લોકો પણ આ ઉતરનો જવાબ સાચો આપે.

જ્યારે શહેરમાં તોફાનો જેવી સ્થિતી હોય ત્યારે સિક્યુરીટી વધારે હોવી જોઇએ.પરંતુ આપણે ત્યાં શું ખરેખર આવું હોય છે.આ સવાલ ગંભીર છે.ત્યારે આ સવાલનો જવાબ આ બે દ્રશ્યો પરથી મેળવવાની કોશિષ કરીએ તો.એક દ્રશ્યમાં જ્યારે વડાપ્રધાન મોદી સાહેબ કોઇપણ દેશના મોટા નેતા સાથે અહીં અમદાવાદની મુલાકાતે આવ્યા હોય ત્યારે કેવી સિક્યુરીટી હોય છે તેના દ્રશ્યો છે.

બીજા દ્રશ્યોમાં જ્યારે એક ફિલ્મના વિરોધમાં તોડફોડની ધમકી અપાઇ હતી.ત્યારે ગણતરીના પોલીસ જવાનોને બંદોબસ્તમાં મૂકાયા હતા તેના દ્રશ્યો છે.આમ આપણે ત્યાં વીઆઇપી એક વ્યકિતની સુરક્ષામાં મોટો ખડકલો જોવા મળતો હોય છે.જ્યારે તોફાનો જેવી સ્થિતી સર્જાય તેવી પરિસ્થિતી હોય ત્યારે ગણતરીના પોલીસ જવાનો જોવા મળતા હોય છે.

Related posts

અમરાઈવાડીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચૂંટણી કર્યોપ્રચાર, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

pratik shah

નવસારીના જમાલપોર ગામે થયો હોબાળો, વિધર્મી યુવાને યુવતિને ફસાવી પ્રેમજાળમાં પછી..

pratik shah

206 વર્ષથી ચાલે છે આ લડાઈ, હવે 23 દિવસ બાદ નવો ઇતિહાસ રચાશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!