GSTV
Home » News » નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ હવાલા દ્વારા રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી હતી

નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ હવાલા દ્વારા રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી હતી

પંજાબ નેશનલ બેંકને બાર હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને વિદેશ ભાગી ગયેલા હીરા કારોબારી નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ હવાલા દ્વારા રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી હતી.

તપાસ મુજબ બંને પીએનબીના લેટર ઓફ અન્ડરટેકિંગના આધારે રકમ મેળવી અને પછી તેને હવાલા મારફતે મુંબઈ સ્થિત પોતાની કંપનીઓના ખાતામાં મોકલી દીધી. બંનેએ નકલી ટ્રાન્ઝેક્શન દ્વારા આ કામને અંજામ આપ્યો.

તપાસ અઘિકારીઓએ જણાવ્યું કે હવાલા દ્વારા પૈસાને તેમના ખાતામાં લવાયા હોવાના કેટલાક પૂરાવા મળ્યા છે. જેનાથી ખબર પડે છે કે મેહૂલ ચોક્સીએ વિદેશોમાંથી રકમ તેમની ગીતાંજલિ જેમ્સના ખાતામાં ટ્રાન્સફર કરી. એટલું જ નહીં સતત પોતાની કેટલીક ડમી કંપનીઓમાં પણ રકમ ટ્રાન્ફર કરતાં રહ્યા.

આ સમગ્ર ગોટાળાની તપાસમાં સીબીઆઈ, ઈડી ઉપરાંત સીરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેસનની ટીમ લાગેલી છે. ઈડીએ આ ટ્રાન્જેક્શનમાં સંકળાયેલી બોગસ કંપનીની જાણકારી હોંગકોંગ અને યુએઈ સહિત 10 લોકોને પત્ર લખ્યો છે. જેમાંથી લગભગ 20 બોગસ કંપનીઓ હોંગકોંગ અને દુબઈમાં હતી.

Related posts

દેશમાં લોકસભાની સાથે સાથે આ ચાર રાજ્યોમાં વિધાનસભા ચુંટણીની મતગણતરી ચાલુ

Mansi Patel

શું હોય છે પોસ્ટલ બેલેટ પેપર, કેમ થાય છે સૌથી પહેલાં તેની ગણતરી?

Mansi Patel

જીત પહેલા ભાજપે બનાવડાવી આટલા કીલોની લડ્ડુ કેક જાણો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!