GSTV
Home » News » નીરવ મોદીને RBIના ગવર્નર બનાવી દેવા જોઈએ: શિવસેના

નીરવ મોદીને RBIના ગવર્નર બનાવી દેવા જોઈએ: શિવસેના

પંજાબ નેશનલ બેંક ગોટાળાના મામલામાં કેન્દ્રની મોદી સરકાર પર તેમના પોતાના સાથીપક્ષો દ્વારા કટાક્ષો કરવાનું શરૂ કરાયું છે. સત્તાધારી ભાજપના સાથીપક્ષ શિવસેનાએ કેન્દ્રની મોદી સરકાર પર કટાક્ષ કરતા કહ્યુ છે કે નીરવ મોદીને ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર બનાવી દેવા જોઈએ.

શિવસેનાએ કહ્યું છે કે, ભાગેડું ગોટાળાબાજ નીરવ મોદીને ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર બનાવવા જોઈએ. જેથી તેઓ દેશને બરબાદ કરી શકે. પીએનબી ગોટાળાના મામલે શિવસેનાએ એમ પણ કહ્યું છે કે આ બિલકુલ સ્પષ્ટ છે કે નીરવ મોદી પોતાના પરિવાર સાથે ગત માસમાં દેશમાંથી ફરાર થઈ ચુક્યો છે.

શિવસેનાએ શનિવારે પાર્ટીના મુખપત્ર સામના અને દોપહર કા સામનામાં પ્રકાશિત કરેલા તંત્રીલેખમાં કહ્યું છે કે તાજેતરમાં આ સજ્જન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દાવોસમાં તસવીરો ખેંચાવતા નજરે પડયા હતા. તેમણે કહ્યુ છે કે નીરવ મોદી ભાજપના ટેકેદાર ગણાય છે અને ચૂંટણી દરમિયાન તેઓ ભાજપ માટે નાણાં પણ એકઠા કરતા હતા. શિવસેનાએ વ્યંગાત્મક લહેજામાં કહ્યું છે કે તેઓ એ નથી કહેતા કે તેમણે પીએનબી બેંકને ભાજપના નેતાઓના આશિર્વાદથી લૂંટી છે અથવા તો તેનો હિસ્સો પણ પાર્ટીના ખજાનામાં ગયો છે. પરંતુ નીરવ મોદી હંમેશા ભાજપની નાણાંકીય સમૃદ્ધિ માટે કામ કરતા હતા. તેમણે ભાજપને ચૂંટણી જીતવામાં ભારે ભરખમ રકમ સાથે મદદ કરી હતી.

શિવસેનાના મુખપત્ર સામાનાના તંત્રીલેખમાં વપડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાઈશ નહીં અને ખાવા દઈશ નહીં તેવો વાયદો ખોખલો હોવાનું પણ જણાવ્યું છે. શિવસેનાએ કહ્યુ છે કે વિડંબણા એ છે કે જ્યાં આમ આદમીને આધાર કાર્ડ વગર હોસ્પિટલમાં ઉપચાર અથવા અંતિમ સંસ્કાર પણ થઈ શકતો નથી. પણ નીરવ મોદી જેવા વ્યક્તિને આધાર કાર્ડ વગર કોઈ બેંક 11 હજાર 500 કરોડ રૂપિયા બેઈમાનીથી નીકળી શકે છે. શિવસેનાએ ક્હ્યું છે કે ઈડી અને અન્ય એજન્સીઓએ નીરવ મોદીના ઠેકાણાઓ પર દરોડાની કાર્યવાહી કરીને 5100 કરોડ રૂપિયાના હીરા અને ઘરેણાં જપ્ત કર્યા છે. પરંતુ કિંગફિશર એરલાઈન્સના પ્રમુખ વિજય માલ્યા અને લલિત મોદીએ પણ ભારતમાંથી ભાગતા પહેલા ઘણી વધારે સંપત્તિ પાછળ મૂકી હતી.

Related posts

ધનતેરસ પર ખાસ ખરીદો આ વસ્તુઓ, ખુલી જશે બંધ કિસ્મતના દ્વાર

Bansari

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

Jioએ કરોડો ગ્રાહકોને આપી દિવાળીની સૌથી બેસ્ટ ગિફ્ટ, જાણશો તો ખુશ થઇ જશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!