નિલેશ રૈયાણી હત્યા કેસ : દોષિત ધારાસભ્ય જયરાજસિંહનું ગોંડલ કોર્ટમાં આત્મસમર્પણ

ગોંડલ ચકચારી નિલેશ રૈયાણી હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિત ત્રણ લોકો ગોંડલ સેસન્સ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. અદાલતે તેમને ગોંડલ સબજેલ હવાલે કરાયા છે.

હાઇકોર્ટના સજાના ચૂકાદા સામે સુપ્રીમ કોર્ટમાં સ્ટે માટે અપીલ કરવામાં આવી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી હતી અને 30મી સપ્ટેમ્બર સુધીમાં અદાલતમાં આત્મસમર્પણ કરવાનો આદેશ કર્યો હતો. જયરાજસિંહ, અમરજિતસિંહ સહિત ત્રણેય ગુનેગારોએ આત્મસર્પણ કર્યુ હતુ. ગોંડલ સેશન્સ કોર્ટ બહાર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જેને પગલે ગોંડલમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આઠમી ફેબ્રુઆરી 2004ના રોજ રાતે ગોંડલમાં જેસિંગ કાળા ચોકમાં યુટિલિટી જીપાં પસાર રહેલા વાછરા ગામના નિલેશ રૈયાણી, જયેશ સાટોડિયા અને રામજી મારકણા કન્યા છાત્રાલયમાં યોજાએલ લોકડાયરામાં ભાગ લેવા ગયા હતા અને ત્યાંથી પાછા રાજવાડી તરફ જઇ રહ્યા હતા ત્યારે ત્રણ ગાડીમાં આવેલા જયરાજસિંહ, અમરજીતસિંહ જાડેજા સહિતના આરોપીઓએ ફાયરિંગ કરીને નિલેશ રૈયાણીની હત્યા કરી હતી.

આરોપીઓએ વિક્રમસિંહની હત્યાનો બદલો લેવા પૂર્વાયોજિત કાવતરું રચીને હત્યા કરી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ બનાવના મૂળમાં જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વિનુભાઈ શીંગાળા અને ધારાસભ્ય જાડેજા જૂથ વચ્ચેની ટક્કર હતી અને આ ટક્કર તે સમયે ચરમસીમા ઉપર પહોંચી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter