GSTV

નિર્મલા સીતારમન : ડોકલામમાં હેલીપેડ્સ અને ચોકીઓનું નિર્માણ કરી રહ્યું છે ચીન

ડોકલામ મામલે ખંધુ ચીન ફરી એકવાર દગો આપી રહ્યું છે. ભારત અને ચીને ફરીવાર ડોકલામના વિવાદિત સ્થળથી થોડે દૂર પોતાના સૈનિકો ગોઠવી દીધા છે. ચીને તો પોતાની સેના માટે હેલીપેડ્સ અને ચોકીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.

દેશના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમને લોકસભામાં એક સવાલના જવાબમાં આ માહિતી આપી છે. તેમણે વધુમાં કહ્યું કે આ મામલે ભારત સતત ચીનના સંપર્કમાં છે અને વાતચીતના પ્રયાસો કરી રહ્યું છે. ડોકલામમાં રોડનું નિર્માણકાર્ય પણ ચીને શરૂ કરી દીધુ છે.

ગયા સપ્તાહે રાજ્યકક્ષાના સંરક્ષણ પ્રધાન સુભાષ ભામરે જણાવ્યું હતું કે ડોકલામ વિસ્તારમાં સ્થિતિ અતી ગંભીર છે. હવે નિર્મલા સીતારમને પણ જણાવ્યું છે કે ચીન હેલિપેડ જેવા બાંધકામ કરી રહ્યું છે અને આ વિસ્તારમાં પોતાની સૈન્યને મજબુત કરી રહ્યું છે.

ઠંડીની સીઝનને પગલે પોતાના જવાનોને અહીં રાખવા માટે ચીને અન્ડર ગ્રાઉન્ડ નિર્માણકાર્ય કર્યેં છે. હેલિપેડ પણ બનાવ્યા છે. જેથી ભારત એવા કોઇ પણ ડેવલપમેન્ટ પર પોતાની ઝીણવટભરી નજર રાખી રહ્યું છે.

બીજી તરફ મીડિયા અહેવાલોમા જણાવવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં ચીન સૈન્યની સંખ્યા પણ વધારી રહ્યું છે. માત્ર દોકલામ જ નહીં ચીન સમુદ્રી વિસ્તારોમાં પણ પગપેસારો કરી રહ્યું છે. ચીન સમુદ્રી વિસ્તારોમાં પોતાને સુપર પાવર બનાવવા માગે છે. આ વિસ્તારમાં અગાઉ ભારતીય ચોકીઓ અને બંકરોને ચીની સૈનિકોએ તોડી નાખ્યા હતા અને કબજો કરી લેવાનો પ્રયાસ કર્યો હતો.

બાદમાં ભારતીય સૈનિકોએ આક્રામક કાર્યવાહી કરતા બન્ને દેશના જવાનો 83 દિવસ સુધી સામસામે તૈનાત કરાયા હતા. જોકે ચીને બાદમાં પોતાના જવાનોને પરત લેવા અને બાંધકામ ન કરવાની શરતે ભારત સાથે સમજુતી કરી હતી. જે સમજૂતિની ચીન દ્વારા ભંગ કરનામાં આવી રહી છે.

 

Related posts

પીએમ મોદીના લોકડાઉનના નિર્ણયની આ દિગ્ગજ નેતાએ કાઢી ઝાટકણી

Nilesh Jethva

પૃથ્વી પર કોરાના કરતા પણ ઘાતક છે આ વાયરસ, ઝપેટમાં આવ્યા તો મોત નક્કી

Nilesh Jethva

કોરોના સામે લડવા પીએમ મોદીએ દેશવાસીઓને કરી અપીલ, તમે પણ આપી શકો છો દાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!