તમને લગ્નજીવનમાં રોમાન્સની કમી લાગે છે. એવું લાગે છે કે જીવનસાથી પહેલા જેટલો પ્રેમ નથી કરતા? જો આવું હોય તો ચિંતા ના કરશો. અમેરિકા સહિત દુનિયાના ઘણાં દેશોમાં હાથ ધરાયેલા વિવિધ અભ્યાસમાં પાર્ટનરના મનમાં પ્રેમની જ્યોત જલાવી રાખવાનાના ઉપાય જણાવ્યાં છે.
2. સ્પર્શમાં પ્રેમની લાગણી જન્માવાની અદભુત તાકાત હોય છે. તેથી જ આલિંગન આપીને કે હાથ પકડીને સુવાથી રોમાન્સ પાછો આવી શકે છે.2014માં એડિનબર્ગ ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં રજૂ થયેલા એક અભ્યાસમાં કહેવાયુ છે કે એકબીજાની નજીક ઉંઘનારા કપલનું લગ્નજીવન સુખમય અને સંતુષ્ટ હોય છે.
3. પાર્ટનરને જાદુની ઝપ્પી કે કિસ આપીને ઉઠાડવો એ સંબંધમાં મિઠાશ ઉમેરવાનો કારગર રસ્તો છે. 2013માં ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં આ ઉપાયને યૌન સંબંધ કરતા વધારે અસરકારક ગણાવાયો હતો.
4. 2014માં બર્મિઘમ યુનિવર્સિટીના એક સર્વેમાં ભાગ લંનારામાથી 70 ટકા કરતા વધારે લોકોએ સ્માર્ટફોન, ટીવી, સોશિયલ મીડિયાની લતને બંવને વચ્ચેના અંતરનું કારણ ગણાવ્યું હતુ. એમનું કહેવું હતું સ્ક્રીન પર બીઝિ હોય ત્યારે વાત કરવાનું તો દૂર પાર્ટનર એમની સામે પણ નથી જોતાં. તેથી બેડરૂમમાં આઐ બધી વસ્તુઓને નો એન્ટ્રી હોવી જોઈએ.
5. ઘર, પરિવાર અને બાળકોની જવાબદારીઓ વચ્ચે પતિ-પત્ની એકબીજાને પૂરતો સમય નથી આપી શકતા. ધીમે ધીમે એવું લાગવા લાગે ચે કે સંબંધોમાં ઉષ્મા નથી રહી. જો તમને એવું લાગતું હોય તો થોડાં દિવસ રજાઓ માણી આવો. એકબીજા પર ફરી ધ્યાન કેન્દ્રિત થશે એટલે સંબંધોમાં ઉષ્મા પણ પાછી આવી જશે.
6. લગ્ન જીવનમાં રોમાન્સને ફરી જીવતો કરવા એવા કપલ સાથે ફરવા જાઓ જેમની સાથે તમારે વધારે બનતું હોય. 2014માં પ્રકાશિત થયેલા વેન સ્ટેટ યુનિવર્સિટીના એક અભ્યાસમાં સામે આવ્યું કે બીજા કપલનો રોમાન્સ જોઈને પોતના પાર્ટનર માટે એવી લાગણી થવા લાગે છે. આવા સમયમાં વીતેલી હસીન ક્ષણોને યાદ કરવાથી પણ લાભ થાય છે.
Read Also
- પરિવાર વેરવિખેર / અંકલેશ્વરમાં પતિ જ પત્નીની હત્યા કરી ફરાર, પોલીસે આરોપી પતિને પકડવા ચક્રોગતિમાન કર્યા
- અમદાવાદ / ધોલેરા પાસે વર્ષ 2010માં કરી હતી યુવકની હત્યા, ક્રાઈમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની કરી અટકાયત
- ખેડૂતોની ફરી ચિંતા વધશે / ગુજરાતમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં થશે માવઠું
- Supreme Court / પક્ષપલટા વિરોધી કાયદામાં ગેરલાયક સાંસદોને ચૂંટણી લડતા અટકાવવાની માંગ, EC એ એફિડેવિટમાં કેન્દ્ર પર કહી આ વાત
- વડોદરા / રામનવમીની શોભાયાત્રા દરમિયાન ઉશ્કેરણીજનક ઉચ્ચારણો બદલ VHP નેતા રોહન શાહની અટકાયત