GSTV
Home » News » નિયમિત પીવો આ જ્યુસ, કેન્સર જેવી જીવલેણ બિમારી પણ તમારુ કંઇ નહી બગાડી શકે

નિયમિત પીવો આ જ્યુસ, કેન્સર જેવી જીવલેણ બિમારી પણ તમારુ કંઇ નહી બગાડી શકે

તમે જાણતા જ હશો કે બીટ ખાવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. બીટમાં એવા અનેક તત્વો રહેલાં છે જે ગંભીર બીમારીઓ સામે આપણા શરીરને રક્ષણ આપે છે. બીટમાં કેન્સર રોધી તત્વ હોય છે, જે શરીરને કેન્સરની જીવલેણ બીમારીથી બચાવે છે. બ્લડ શુગર, શારીરિક કમજોરી અને એનીમિયા જેવી બીમારીથી છુટકારો મેળવવા તમે બીટ ખાઈ શકો છો. તમે આને તમારા ડાયટમાં શામેલ કરી શકો છો. જરૂરી નથી કે પ્રતિદિન એક આખું બીજ જ ખાવું. પણ તમે રોજ રોજ અડધું બીટ ખાશો તો પણ ખરેખર ઘણા ફાયદાઓ થશે.

બીટ ખાવાથી થશે આટલા ફાયદા

*  બીટમાં ‘બીટીન’ નામનું તત્વ હોય છે જે કેન્સર અને ટ્યુમર થવાની સંભાવના ને નષ્ટ કરે છે. સાથે જ આ શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં વિકાસ કરવા પણ ફાયદેકારક છે.

*  આ ગર્ભવતી મહિલાઓ માટે પણ સારું છે.

*  નિયમિત સલાડમાં આને ખાવાથી પેશાબમાં થતી બળતરા બંધ થાય છે. પેશાબ સાથે શરીરમાંથી નીકળતું કેલ્શિયમ પણ બંધ થઇ જાય છે.

*  આમાં ખુબ જ ઓછી કેલરી હોય છે તેથી આ ફેટ ફ્રી હોય છે. આ ડાયાબિટીસ ના પીડિતો માટે એકદમ પરફેકટ વેજીટેબલ છે.

*  બીટનું જ્યુસ પણ ફાયદાકારક છે. આ માનવ શરીરમાં લોહી વધારવાનું કામ કરે છે. આ જ્યુસ હેપેટાઇટીસ, કમળો, ઉબકા અને ઉલટીના ઉપચારમાં લાભદાયક છે.

*  આના સેવનથી કબજીયાત મટે છે. શોધકર્તા અનુસાર દરરોજ ૫૦૦ ગ્રામ બીટ ખાવાથી ૬ કલાકમાં વ્યક્તિને બ્લડ પ્રેશરની સમસ્યા માં ઘટાડો થાય છે.

*  આનું સેવન કરવાથી તમારા સેકસ્યુઅલ સ્ટેમિના માં ફાયદો થશે.

*  બીટમાંથી તમને એન્ટી ઓક્સીડેન્ટ, કૈલ્શિયમ, ખનીજ તત્વો, મેગ્નેશિયમ, આયરન, સોડીયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, ક્લોરીન અને અન્ય વિટામિન્સ પણ મળી રહેશે.

*  બીટ નાઇટ્રેટનો સારો એવો સ્ત્રોત છે. આનું સેવન કરવાથી આ નાઇટ્રેઇટ્સ એક ગેસ નાઈટ્રીક ઓક્સાઈડના એસીડમાં બદલાય જાય છે. આ બંને તત્વો ઘમનીઓ ને પહોળી કરવા અને બ્લડ પ્રેશરને ઘટાડવા સહાયક થાય છે.

*  જે લોકોની આંખ કમજોર હોય તેમને પણ આ સહાયક છે. નબળાઈ ને કારણે આંખમાં થતા દુખાવામાં જો આનું સેવન કરવામાં આવે તો તમને ફાયદો થશે.

*  જે લોકોના શરીરમાં લોહીની કમી હોય તેમને તો ચોક્કસ આનું સેવન કરવું જ જોઈએ.

*  આ એક એવું રસાયણ છે જે પાચનતંત્ર માં પહોચીને નાઈટ્રીક ઓક્સાઈડ બની જાય છે અને રક્ત પ્રવાહ માં વધારો કરે છે.

Read Also

Related posts

શું તમે જાણો છો ફોનની બેટરી પર mAh શા માટે લખ્યું હોય છે?એક ક્લિકે જાણો તેનો અર્થ

Bansari

આગામી તબક્કામાં MPની 6 સીટો પર વોટિંગ, કોંગ્રેસ કરતાં વધુ કમલનાથની પરીક્ષા

Mayur

B’day Special: 20 કરોડનું એપાર્ટમેન્ટ, 35 કરોડ ફીસ, 85 લાખની ગાડી અને….કંઇક આવા છે વરુણ ધવનના ઠાઠ!

Bansari