GSTV
Home » News » નાણા મંત્રાલયે દેશની તમામ બૅંકોને આપી ડૅડલાઈન, કહ્યું 15 દિવસમાં આટલું કરી દો

નાણા મંત્રાલયે દેશની તમામ બૅંકોને આપી ડૅડલાઈન, કહ્યું 15 દિવસમાં આટલું કરી દો

પંજાબ નેશનલ બેંક સહીત અન્ય પબ્લિક સેક્ટરની બેંકોમાં થયેલા મહાગોટાળા બાદ સરકારે હવે વ્યવસ્થાની આસપાસ ગાળીયો કસવાનો શરૂ કર્યો છે. નાણાં મંત્રાલયે તમામ બેંકોને પોતાની તમામ પ્રકારની ઓપરેશનલ અને ટેક્નિકલ સિસ્ટમની સફાઈ કરવાની તાકીદ કરી છે. આના માટે બેંકોને નાણાં મંત્રાલય તરફથી પંદર દિવસની સમયમર્યાદા પણ આપવામાં આવી છે. આની પાછળના ઉદેશ્યમાં ભવિષ્યમાં આવા પ્રકારના ગોટાળા ટાળવાનો છે.

પંજાબ નેશનલ બેંક સહિતની બેંકોના ગોટાળા બાદ હવે કેન્દ્રીય નાણાં મંત્રાલયે તમામ બેંકોને પંદર દિવસની સમયમર્યાદામાં બેંકોની સિસ્ટમ અપગ્રેડ કરવા અને જૂના રિસ્કને દુરસ્ત કરવાની તાકીદ કરી છે. જો આમ કરવામાં બેંકો કોઈ ચુક કરશે તો આવા મામલાઓમાં તમામ જવાબદેહી વરિષ્ઠ અધિકારીઓ પર નિશ્ચિત કરવામાં આવશે. આ સિવાય બેંકોએ પહેલેથી ચાલી રહેલી તમામ પ્રાઈવેટ કંપનીઓની લોન અને એનપીએની જાણકારી પણ આપવી પડશે.

મહાગોટાળાથી દેશની તમામ બેંકોને કુલ મળીને 176 અબજ રૂપિયાથી વધારેની ચપત લાગવાની આશંકા છે. ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે મહાગોટાળાના ખુલાસા બાદ અત્યાર સુધીમાં નીરવ મોદી, મેહુલ ચોક્સીની 105થી વધારે બેંકના ખાતા અને 29 મિલ્કતોને સીલ કરવામાં આવી છે.

જે બેંકોએ નીરવ મોદીની કંપની ફાયરસ્ટાર ઈન્ટરનેશનલ લિમેટેડને લોન આપી છે. તેમાંથી પીએનબી સિવાય સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ 194 કરોડ, દેના બેંકે 153.25 કરોડ રૂપિયા, વિજયા બેંકે 150.15 કરોડ રૂપિયા, બેંક ઓફ ઈન્ડિયાએ 127 કરોડ રૂપિયા, સિન્ડિકેટ બેંકે 125 કરોડ રૂપિયા, ઓરિયન્ટલ બેંક ઓફ કોમર્સે 120 કરોડ રૂપિયા, યૂનિયન બેંક ઓફ ઈન્ડિયાએ 110 કરોડ રૂપિયા અને અલ્હાબાદ બેંકે 100 કરોડ રૂપિયા તથા આઈડીબીઆઈ બેંકે 100 કરોડ રૂપિયાની લોન આપી છે. આ બેંકોએ એક કન્શોર્શિયમ અને વ્યક્તિગત રીતે નીરવની કંપની ફાયરસ્ટાર ઈન્ટરનેશનલને જૂન-2015 સુધી લગભગ 1980 કોડ રૂપિયાની લોન આપી હતી. તેના સિવાય બેંકોએ પાંચસો કરોડ રૂપિયાની વધારાની લોન આપી હતી. આમા માત્ર 90 કરોડ રૂપિયા કંપનીએ બેંકને ચુકવ્યા છે.

Related posts

મધ્યપ્રદેશના સીએમ કમલનાથે આ પદ પરથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી

Nilesh Jethva

સંસદિય દળની બેઠકમાં ખુરશી પરથી મોદી ઉભા થયા, પછી કર્યુ એવું કામ કે બધા નેતાઓ જોતા રહિ ગયા

Riyaz Parmar

અમે જે બેઠકો પર જીત્યા છે,ત્યાં દીદીનાં ગુંડા હિંસા કરશે: બંગાળનાં આ નેતાનું મોટું નિવેદન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!