GSTV

નાગરીકોએ ઝીકા વાયરસથી ડરવાની જરૂર નથી: મુખ્યસચિવ

અમેરિકાનાં ખંડમાં જોવા મળતો ઝીકા વાયરસે દેશમાં પ્રવેશ મેળવ્યા બાદ સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અમદાવાદમાં સામે આવેલા ઝીકા વાયરસના કેસની સત્તાવાર પુષ્ટિ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO) કર્યા બાદ રાજ્ય સરકાર અને કોર્પોરેશનની પોલ ખુલી ગઈ છે.

અમદાવાદમાં ઝીકા વાયરસના ત્રણ કેસ સામે આવ્યા બાદ રાજ્ય સરકારે નાગરિકોને હૈયાધારણા આપી છે. કોઈએ ગભરાઈ જવાની જરૂર ન હોવાનો રાજ્ય સરકારે દાવો કર્યો છે. રાજ્યના મુખ્યસચિવ જે. એન. સિંઘે કહ્યું કે, ઝીકા વાયરસના ત્રણ કેસ પોઝીટીવ આવ્યા છે અને આ ત્રણ કેસ સામાન્ય પરિવારના હોવાથી વિદેશ ગયા નથી. તેથી કોઈ સંકટની વાત નથી. જે. એન. સિંઘે વધુમાં કહ્યું, વર્ષ 2016માં ગુજરાતમાંથી 1.4 કરોડ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જ્યારે ચાલુ વર્ષે 60 લાખથી વધુ સેમ્પલ લેવાયા હતા. તેમાંથી ફક્ત ત્રણ દર્દીઓના ઝીકા વાયરસ પોઝીટીવ આવ્યા છે.

મહત્વનું છે કે, અમદાવાદમાં 7 જાન્યુઆરીએ બાપુનગરમાં સઘન ચેકીંગ હાથ ધરાયું હતું. દરમ્યાન સવા લાખ મકાનોનો સર્વેલન્સ 350 લોકોના સ્ટાફ દ્વારા હાથ ધરાયો હતો. અગાઉ રાજ્ય સરકાર અને અમદાવાદ કોર્પોરેશને બર્ડ ફલુની વિગતો છુપાવી હતી તથા પોઝીટીવ આવેલા પાલીયો ટાઇપ ટુના કેસની વિગતો જાહેર કરવામાં આવી નહોતી.

 

Related posts

દુનિયાભરમાં કોરોનાના 82,726 કેસ નોંધાયા, સૌથી વધુ ઈટલીમાં 17 હજાર લોકોના મોત

Pravin Makwana

ભારતના આ ચાર રાજ્યોમાં હવે માસ્ક પહેરવું ફરજીયાત, કડક નિર્ણય લેવા પાછળ આ કારણ જવાબદાર

Mayur

વિપક્ષ પણ મોદીના સમર્થનમાં, લોકડાઉન વધારવાની ઉઠી માગ, 11 એપ્રિલે PM કરશે આ કામ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!