નહી જવું પડે પાર્લર, આ હર્બલ ટ્રીટમેનટ્સથી ઘરેબેઠા નિખારો ચહેરાની નિસ્તેજ ત્વચા

ચહેરાની સુંદરતાને નિખારવા અને નિસ્તેજ ત્વચાને ક્રાંતિવાન બનાવા માટે હંમેશા બ્યૂટી પાર્લરની મોંઘી ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી નથી. તમે ઘરેલુ અને કુદરતી ઉપાયોથી પણ સુંદરતાને નિખારી શકો છો. આ માટેની કેટલીક બ્યૂટી ટિપ્સ અહીં જણાવી છે.
• હળદરમાં થોડું કાચું દૂધ ઉમેરીને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવો. આનાથી ત્વચાને ક્ષતિ પહોંચાડનાર ફ્રી રેડિકલ્સ સામે લડવામાં મદદ મળે છે. શિયાળામાં હળદરની સાથે મલાઈ ઉમેરીને પેસ્ટ બનાવો, તેને ચહેરા પર દસ મિનિટ લગાવી રાખો. પછી ધીરેથી ચહેરા પર હળવા હાથે મસાજ કરો અને હૂંકાળા પાણીથી ચહેરો સાફ કરી લો. તમારી ત્વચા મખમલ જેવી સુંવાળી અને ચમકતી બની જશે.

• પાકા કેળાંના ટુકડાનો માવો કરી લો. તેમાં અડધી ચમચી લીંબુનો રસ અને એક ચમચી દહીં ઉમેરી બરાબર મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવી વીસ મિનિટ રહેવા દો અને પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો. સપ્તાહમાં ત્રણ વાર આ રીતે નિયમિત કરવાથી ચહેરા પરના કાળા ડાઘ દૂર થશે અને ત્વચા કાંતિવાન બનશે.
• ત્વચા જો નિસ્તેજ થઈ ગઈ હોય તો તરબૂચના રસમાં અડધી ચમચી ગ્લિસરીન ભેળવીને ચહેરા પર મસાજ કરો. પાંચ મિનિટ પછી હૂંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો. સપ્તાહમાં બે દિવસ નિયમિત આ પ્રમાણે કરવાથી થોડા દિવસોંમાં જ ત્વચા ચમકતી અને કાંતિવાન બની જશે.

• બે ચમચી ગુલાબજળમાં એક ટીપું ગ્લિસરીન અને બે ટીપાં લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરો. આ મિશ્રણને મોઈશ્ચરાઈઝરની જેમ ચહેરા પર લગાવો અને આખો દિવસ રહેવા દો. તેનાથી ત્વાચા પરના મૃત કોષો દૂર થશે અને ત્વચા મુલાયમ અને ચમકતી બનશે.
• શું તમે પફી આઈઝથી પરેશાન છો? આ રહ્યો તમારી સમસ્ચાનો હલ.
• પાકા કેળાંનો માવો કરી લો અને તેને હળવા હાથે પફી આઈઝની આસપાસ લગાવો. પંદર મિનિટ રહેવા દો અને પછી ઠંડા પાણીથી ધોઈ નાંખો. પફીનેસ તરત જ ગાયબ થઈ જશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter