GSTV

નસવાડી: ગોજારીયાની સ્કૂલમાંથી આચાર્ય અને અન્ય 3 શિક્ષિકાની બદલી કરાઈ

Last Updated on December 26, 2017 by

એકસાથે 178 વિદ્યાર્થિનીઓ ક્વાંટના ગોઝારીયા કેમ્પસમાંથી નાસી ગઇ. આ સમાચાર જીએસટીવીએ પ્રસારિત કર્યા હતા. જે બાદ આટલી મોટી માત્રામાં વિદ્યાર્થિનીઓ શા માટે નાસી ગઇ તે પ્રશ્ન તપાસનો વિષય હતો. જેથી જીએસટીવીના અહેવાલ બાદ તપાસ માટે ઉચ્ચ અધિકારી ક્વાંટના ગોઝારીયા કેમ્પસ પર આવી પહોંચ્યા હતાં.

થોડા દિવસ પહેલાની વાત છે. છોટા ઉદ્દેપુરના કવાંટના મોટા ગોજારીયાની આ રહેણાંક સ્કૂલમાંથી અભ્યાસ કરતી આદિવાસી વિદ્યાર્થિનીઓ અચાનક નાસી એક બે નહીં પરંતુ 178 વિદ્યાર્થીનિઓએ તાત્કાલીક ચાલતી પકડી. કારણો એક બે નહીં પરંતુ ઘણા સામે આવ્યા જે બાદ આ સમગ્ર મામલાને જ્યારે જીએસટીવીએ પ્રસારિત કર્યો. તાત્કાલિક અધિકારી તપાસ માટે આવ્યા અને અધિકારીની આ મુલાકાત પહેલા જ શાળાની આચાર્ય ધર્મિષ્ઠા પાટડીયા સહિત અન્ય 3 શિક્ષકોની બદલી કરી નાખવામાં આવી હતી.

વિદ્યાર્થિનીઓને જેવી જ ખબર પડી કે ઇન્સ્પેકશન માટે મોટા સાહેબ આવ્યા છે ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ શાળા કેમ્પસ ખાતે ઉમટી પડી હતી અને સાથે તેમના વાલીઓ પણ હતા. આ વિદ્યાર્થિનીઓએ અધિકારીની સામે જ શિક્ષકો પર આક્ષેપો કર્યા હતા કે શિક્ષકને કંઇ આવડતું નથી. ત્યાં સુધી કે એક દાખલો ય સાચો ગણાવતા નથી.

વિદ્યાર્થિનીઓના શોરબકોર વચ્ચે અધિકારી રિતસરના બચાવની મુદ્રામાં આવી ગયા હતા અને કહેવા લાગ્યા હતા કે આવું ન હોય શિક્ષક બીએસસી અને બીએડ કરેલા છે. વિદ્યાર્થિનીઓએ શિક્ષક કેવા ઠોઠ છે તે વાત સાબિત કરવા ઉચ્ચ અધિકારીને લાઇવ ડેમો પણ આપી દીધો. જેમાં વિદ્યાર્થિનીઓએ શિક્ષકને કંઇક સવાલ કર્યા. જેમાં શિક્ષક જવાબ આપી શક્યા નહીં અને અધિકારીને પણ નીચાજોણું થયુ હતું. આ તમામ ઘટના વાલીઓએ તેમના સ્માર્ટ ફોનમાં વીડિયો રૂપે કંડારી હતી. જો કે હાલમાં આ શાળામાં ઇન્ચાર્જ આચાર્યની નિમણૂક કરાઇ છે.

જોકે, 178 વિદ્યાર્થિનીઓમાંથી 118 વિદ્યાર્થિનીઓ હજુ પણ પરત ફરી નથી. તો આ તમામની વચ્ચે હાલમાં શાળાની આચાર્ય સહિત 3 શિક્ષકોની બદલી કરાઇ છે ત્યારે બદલી કરવાથી શું સમસ્યાનું સમાધાન આવી જશે આ સવાલ મહત્વનો બની રહેશે. જો શિક્ષકને ખરેખર કંઇ ન આવડતું હોય તો તે શિક્ષક કેવી રીતે બની ગયા તે પણ ઘેરો પ્રશ્ન છે. જોકે વાલીઓના ટોળામાંથી એવો અવાજ પણ ઉઠ્યો હતો કે આજકાલ પૈસા દેતા આવા સર્ટીફિકેટો મળી જાય છે. વાલીઓ અને વિદ્યાર્થીઓના હોબાળો વચ્ચે મૂંઝાયેલા ઉચ્ચ અધિકારીએ પરિસ્થિતી બેકાબૂ બને તે પહેલા જ પોલીસને બોલાવી હતી.

Related posts

ભાવનગર / ધોરણ 12ની રીપીટર પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો, પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી

Zainul Ansari

ભ્રષ્ટાચાર / સ્માર્ટ સીટી બન્યું ભૂવાઓનું શહેર, એક ભૂવા પૂરવા પાછળ થાય છે 4થી 5 લાખ રૂપિયાનો ખર્ચ

Zainul Ansari

અમદાવાદ / મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થતા મ્યુનિસિપલ તંત્ર એક્શનમાં, સ્વચ્છતા ન જળવાતા એકમોને નોટિસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!