GSTV
Home » News » નવસારી: ગણેશજીની ઈકોફ્રેડન્લી મૂર્તિ બનાવી પર્યાવરણને બચાવાનો મહિલાઓનો ભગીરથ પ્રયાસ

નવસારી: ગણેશજીની ઈકોફ્રેડન્લી મૂર્તિ બનાવી પર્યાવરણને બચાવાનો મહિલાઓનો ભગીરથ પ્રયાસ

નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગણપતિ ચતુર્થીને રોજગારી સાથે જોડતાં નવસારી જીલ્લાનાં મિશન મંગલમની બહેનોએ ઇકોફ્રેન્ડલી માટીનાં ગણપતિ બનાવી પર્યાવરણને બચાવવાનો ભગીરથ પ્રયત્ન આદર્યો છે.

ગણદેવી તાલુકાનાં માછીયાવાસણ અને અન્ય ગામની મહિલાઓએ માટીના ગણપતિ બનાવવાની ટ્રેનીંગ આપી રોજગારીની તકો ઊભી કરી છે. 500થી લઈને 5 હજારની કિંમતની ગણેશજીની પ્રતિમાની બજારમાં ખુબ માંગ છે. હવે મહિલાઓ પોતાના જુથના નામે લોન લઈ રોજગારી મેળવી રહી છે. એક મહિનામાં મહિલા જુથ ઓછામાં ઓછા 1 લાખથી વધુ કમાઈ લે છે. પર્યાવરણને બચાવવાનાં હેતુસર નવસારી જીલ્લા મિશન મંગલમ દ્વારા ચાલુ વર્ષે સખીમંડળોની ૪૦ બહેનોને તાલીમબદ્ધ કરી એક અનેરો પ્રયત્ન હાથ ધર્યો છે, જે ખૂબજ સરાહનીય છે.

Related posts

ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા 22 વર્ષથી સત્તા વિહોણી, નહીં સુધરે તો બીજા દાયકા સુધી નહીં મળે સત્તા

Riyaz Parmar

“ઘોડી છુટી જાય પછી તબેલાને તાળા” આગકાંડમાં સુરત મનપા તંત્રની ઘોર બેદરાકારીનો ભાંડો ફુટ્યો

Riyaz Parmar

સુરત: સીએમ રૂપાણી સુરત હોસ્પિટલ પહોંચ્યા, જવાબદાર અધિકારીઓ સામે પગલા…

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!