GSTV

નર્મદા ડેમમાં પાણીની તંગીના મામલે સર્વત્ર ચિંતા : ઉનાળો કેમ જશે ?

Last Updated on February 9, 2018 by

હજુ તો ઉનાળાની શરૂઆત માત્ર થઈ છે, ત્યાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણી ન હોવાની વાતે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. થોડા સમય અગાઉ જ્યારે ડેમના ઉદઘાટન સમયે હરખભેર મા નર્મદાના નીરના વધામણા થયા હતા. ત્યાં આજે પાણીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કેવડિયા કોલોની પાસે આવેલા સરદાર સરોવર ડેમ પાણી પણ સ્થાનિકો માટે પાણી મેળવવા હવાતીયા મારવાનો વખત આવ્યો છે. નદીમાં પાણી સુકાઈ રહ્યું છે. તો બીજી તરફ પાણી પર પહેરાને લઈને ખેડૂતો પરેશાન છે.

ચોમાસાને હજુ સાડા ચાર મહીના બાકી છે અને સરદાર સરોવર ડેમમાં 111 .63 મીટર લેવલની પાણીની સપાટી  છે. જોકે,  નર્મદાનું લઘુત્તમ લેવલ 110.63 મીટર છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા માર્ચ માસથી પાણી સિંચાઈ માટે નહીં આપવાની જાહેરાત કરી છે. હાલ પણ પાણીની આવક કરતાં જાવક વધુ છે. ખેતી અને ઉદ્યોગો માટે તો ઠીક ઉનાળામાં પીવા માટે પાણી મળશે કે કેમ ? પણ પાણીની વાત તો છોડો ચાલુ વર્ષે ઉનાળામાં આપણને પીવાનું પાણી પણ જો મળે તો તે મોટો ચમત્કાર ગણાશે.

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

નવસારી કૃષિ યુનિ. ખાતે યોજાયું બેનમૂન પ્રદર્શન, બામ્બુ મિશન વાસની ખેતીને અપાયું પ્રોત્સાહન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!