GSTV
Home » News » નર્મદા : ગણેશ વિસર્જન દરમિયાન યુવતીની છેડતીથી તોફાન, 1નું મોત

નર્મદા : ગણેશ વિસર્જન દરમિયાન યુવતીની છેડતીથી તોફાન, 1નું મોત

નર્મદાના નવાપુરા ગામે ગણેશ વિસર્જન યાત્રા તોફાની બનતા પોલીસ દોડતી થઈ છે. યુવતીની છેડતી મામલે કુમસગામના લોકોએ ઠપકો આપવા જતાં નવાપુરના ગ્રામજનોએ ધારિયા અને કુહાડીથી જીવલેણ હુમલો કર્યો હતો.

આ હિંસક હુમલામાં 1નું મોત થયું છે તો કુમસગામના 6 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતાં. જેમાંથી 3ની હાલત ગંભીર જણાતા તેમને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાયા છે.

તોફાન-હિંસાની ઘટનાને પગલે પોલીસે 20થી 25 શખ્સો વિરૂદ્ધ રાયોટિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. બીજી તરફ કુમસ અને નવાપુરામાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Related posts

8 કલાક જેલમાં રહેવા NSUIના કાર્યકર્તાઓને એક પણ કોંગી નેતા છોડાવવા ન આવતા રાજકારણ ગરમાયું

Nilesh Jethva

સુરતમાં સીટી બસના ડ્રાઈવરે દાદાગીરી કરી યુવકને માર માર્યો, ઉશ્કેરાયેલા લોકોએ ચાલકને ચખાડ્યો મેથીપાક

Nilesh Jethva

ડીપીએસ સ્કૂલને લઈને થયો ચોંકાવનારો ખુલાસો, માન્યતા થઈ શકે છે રદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!