GSTV
Home » News » નર્મદાના નીર પાઇપલાઇન મારફતે રાજકોટ પહોંચ્યા !

નર્મદાના નીર પાઇપલાઇન મારફતે રાજકોટ પહોંચ્યા !

જેની રાહ જોવાઇ રહી હતી તે રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમમાં નર્મદાના નીર ભરવામાં આવશે. રાજકોટના આજી ડેમને નર્મદા નીરથી ભરવા માટે 29મીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ આવી રહ્યા છે.  મોદી સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં નર્મદાના નીરના વધામણાં કરશે.

મચ્છુ ડેમથી આજી સુધી પાઇપ લાઈન મારફત નર્મદા નીરનું આગમન થયું છે. આજ રોજ નર્મદાના નીર રાજકોટ નજીક ત્રમ્બા ખાતે પહોંચ્યા હતા. જેને નિહાળવા મહાપાલિકાના પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા નીરથી આજી ડેમ ભરવાની યોજના અંતર્ગત 400 કરોડના ખર્ચે પાઇપલાઈન નાખી ભગીરથ કામ ખુબજ ટૂંકા સમયમાં પૂર્ણ કરાયું છે.

મહત્વપૂર્ણ છે કે મચ્છુ યોજનાથી નર્મદા નીર ત્રંબા ખાતે પહોંચ્યા. જ્યાંથી નાના ચેક ડેમ મારફત આજી ડેમ સુધી પહોંચશે.  આજી ડેમ બન્યાને 5 દાયકા જેટલો સમય થયો છે. આજી ડેમ કાયમ વરસાદ આધારિત રહ્યો છે. હવે નર્મદા નીરથી આજી ડેમ ભરવાનું કામ પૂર્ણ થશે. રાજકોટની પાણીની સમસ્યાનું કાયમી નીરાકારણ થશે.  નર્મદા નીરને ત્રંબા ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ની સહિતના પદાધિકારીઓએ વધાવ્યા હતા.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

અયોધ્યામાં મોટી સંખ્યામાં પોલીસ બંધોબસ્ત ગોઠવાયો, ધારા 144 લાગતા અનેક તર્ક વિતર્ક

Kaushik Bavishi

મોહન ભાગવતનાં નિવેદન પર ભડક્યા અસદુદ્દીન ઓવૈસી, જાણો તેઓ બોલ્યા શું?

pratik shah

સીમા પાર દેખાયું પાકિસ્તાની ડ્રોન તો ગણતરીમાં તોડી પડાશે, મોદી સરકારનો આદેશ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!