GSTV
Home » News » નર્મદાના નીર આજે સાંજ સુધીમાં પહોંચશે આજી ડેમ

નર્મદાના નીર આજે સાંજ સુધીમાં પહોંચશે આજી ડેમ

નર્મદા નીર રાજકોટ સુધી પહોંચ્યા છે. રાજકોટમાં આજી ડેમને નર્મદાની નીરથી ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે બાદ આજે સાંજ સુધીમાં આજી ડેમમાં નર્મદાના નીર પહોંચશે. મહત્વનું છે કે 29 જૂને વડાપ્રધાન મોદી રાજકોટમાં આજી ડેમ ખાતે નર્મદા નીરના વધામણા કરશે.

મહત્વનું છે કે સૌની યોજનાના ભાગ રૂપે આજે રાજકોટમાં નર્મદાના નીર પહોંચશે. રાજકોટના આજી ડેમને નર્મદાના નીરથી ભરવામાં આવશે. જેથી તકેદારીના ભાગ રૂપે આજી ડેમના સ્ત્રાવ વિસ્તારમાં લોકોને અવર-જવર ન કરવા માટે તાકીદ કરવામાં આવી છે. આજી ડેમ પાસે ઢોર ચરાવતા માલધારીઓને અને ગ્રામજનોને આ તાકીદ કરાઈ છે. 29મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં નર્મદાના નીરના વધામણા કરશે. જે પગલે આજી ડેમમાં નર્મદાના નીર ભરવાની કવાયત કરવામાં આવશે.

મહત્વનું છે કે 29 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવી રહ્યા છે ત્યારે તંત્ર પણ તડામાર તૈયારીઓ ચાલી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓએ જ્યાં પીએમ મોદી જવાના છે ત્યાં કડક સુરક્ષા અંગે બેઠકો કરી રહ્યું છે બીજી તરફ રાજકોટવાસીઓ પણ પીએમની એક ઝલક મેળવવા આતુર બન્યા છે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

આ શહેરમાં લોકોને પ્રાથમિક સુવિધા ન મળતા લોકોએ ધારાસભ્ય સામે રોષ ઠાલવ્યો

Nilesh Jethva

રાજકોટ ડી માર્ટ મોલમાં બદામના પેકેટમાંથી મળી જીવાત, વીડિયો જોઈ થશે અરરરર… આટલી બધી

Arohi

આ દિવાળીમાં ફટાકડાઓનું થઈ જશે સૂરસૂરિયું, હવામાન વિભાગે ગુજરાતમાં દિવાળીના દિવસે જ વરસાદની આગાહી કરી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!