નયનોની નજાકત વધારતો આઈ મેકઅપ

Eye Makeup

મેકઅપમાં આઈ મેકઅપની ખૂબ જ અગત્યની ભૂમિકા હોય છે. એક રીતે એવું પણ કહી શકાય કે સમગ્ર મેકઅપનો આધાર આઈ મેકઅપ પર જ ટકેલો હોય છે. મેકઅપ આર્ટિસ્ટનું કહેવું છે કે આજકાલના મેકઅપ ટ્રેન્ડમાં આખા ચહેરાના મેકઅપની સરખામણીએ આંખોનો મેકઅપ વધારે હેવી કરવામાં આવે છે. આંખનો મેકઅપ અલગઅલગ પ્રકારે કરી શકાય છે, જે તમારી પાર્ટી કે અન્ય ફંક્શન પર તમને ખાસ લુક આપે છે.

સ્વરોસ્કી આઈ મેકઅપ
સ્વરોસ્કી આઈ મેકઅપમાં સ્ટર્ડ, સ્ટોન, સ્વરોસ્કી અને કુંદનનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં હેવી આઈ મેકઅપ હોય છે, આથી તે બ્રાઈડને વધારે શોભે છે. બ્રાઈડલ મેકઅપ સિવાય તેને રેમ્પ મેકઅપ તરીકે પણ કરવામાં આવે છે.

* આઈ મેકઅપની શરૂઆત આઈ શેડોથી કરો. સ્વરોસ્કી થીમ પ્રમાણે તમે મેટેલિક કલર્સનો ઉપયોગ કરો, જેમ કે કોપર એક્સિસ, કોપર બ્રાઉન વગેરે.

* આઈશેડો લગાવ્યા પછી આઈબ્રોઝની નીચેના ભાગને હાઈલાઈટ કરો. આ માટે તમે ગોલ્ડન કે સિલ્વર શેડનો ઉપયોગ કરી શકો છો.

* આઈશેડો બાદ આંખમાં આઈલાઈનર લગાવો, જે શિમરવાળું હશે, તો વધારે સારું લાગશે. આજકાલ તો પેન્સિલ અને પેનના પણ કેટલાય શિમરવાળા આઈલાઈનર મળે છે, જેનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે.

* આ પછી કાજળ અને મસ્કરા લગાવો. આંખની નીચેના ભાગને પણ શિમરવાળી કલરફૂલ પેન્સિલથી તમે હાઈલાઈટ કરી શકો છો.

* આઈ મેકઅપ પૂરો થઈ જાય પછી છેલ્લે આંખના છેડે સ્વરોસ્કી કે સ્ટર્ડ લગાવો. આ પછી ઈચ્છો તો આઈબોલ પર થોડી ગોલ્ડ ડસ્ટ પણ લગાવી શકો છો.

સ્મોકી આઈ મેકઅપ
સ્મોકી આઈ મેકઅપ ખાસ કરીને નાઈટ પાર્ટી કે ડિસ્કો પાર્ટી માટે હોય છે, પરંતુ આ મેકઅપ વેસ્ટર્ન ડ્રેસ સાથે એટ્રેક્ટિવ લુક આપે છે, ઈન્ડિયન સાથે નહીં. આ વાતને ધ્યાનમાં રાખતા નીચેના મુદ્દા ફોલો કરો.

* સ્મોકી આઈ મેકઅપ માટે આઈશેડોમાં સ્ટોન, રેડ, એશ ગ્રે અને બર્નિક ઓરેન્જ જેવા શેડ્ઝનો ઉપયોગ કરો.

* આંખોને સ્મોકી લુક આપવા માટે બેથી ત્રણ કલરના આઈશેડો લગાવીને તેને વ્યવસ્થિત રીતે મર્જ કરો.

* આઈબ્રોઝની નીચેના ભાગને ન્યુટ્રલ શેડથી હાઈલાઈટ કરો. ન્યુટ્રલ શેડ એટલે લાઈટ શેડ, જે તમારા સ્કિનટોન સાથે મેચ થતી હોય.

* આ મેકઅપમાં આઈલાઈનર લગાવવાની પદ્ધતિ બીજા આઈ મેકઅપ કરતા જુદા લાગે છે. એમાં આઈ લાઈનરને સીધી લાઈનમાં ન લગાવતાં ફેલાવવામાં આવે છે, જેથી સ્મોકી કે ફાયર લુક લાગે.

* ત્યાર પછી આંખોના નીચલા ભાગમાં ડાર્ક કાજળ  આંખની બહારની બાજુ કાઢીને લગાવો.

ફ્લોરલ આઈ મેકઅપ
ટ્રેન્ડી લુક મેળવવા માટે આજકાલ ફ્લોરલ મેકઅપ ખાસ્સો ટ્રેન્ડમાં છે. તેમાં શેડિંગ ઉપરાંત આંખો પર કેટલાય પ્રકારની ડિઝાઈન્સ પણ બનાવી શકાય છે. આ પ્રકારનો મેકઅપ રેમ્પ, પાર્ટી અને ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન જેવા અવસરો પર વધારે શોભે છે.

* ફ્લોરલ આઈ મેકઅપ માટે તમે પિંક, ઓરેન્જ, વ્હાઈટ અને ગ્રીન જેવા બ્રાઈટ કલર્સની પસંદગી કરી શકો છો.

* થીમ પ્રમાણે આઈશેડોને સામાન્ય રીતે ન લગાવતા કોઈ પણ ડિઝાઈન બનાવીને લગાવો. જેમકે શેડેડ ફ્લાવર, ઝિબ્રા પ્રિન્ટ કે ડ્રેસમાંની કોઈપણ પ્રિન્ટ વગેરે.

* આ પછી આઈબ્રોઝની નીચેના ભાગને બ્રાઈટ કલરથી હાઈલાઈટ કરો.

* આ પ્રકારના મેકઅપની સાથે કલરફુલ આઈલાઈનર વધારે સારા લાગે છે. આથી તમે બ્લુ, ગ્રીન કે ગ્રે કલરના આઈલાઈનરનો પણ ઉપયોગ કરી શકો છો. તમે ઈચ્છો તો ડબલ કલરના આઈલાઈનરનો પણ ઉપયોગ કરી શકો છો.

* આંખની નીચેના ભાગને હાઈલાઈટ કરવા માટે પહેલા બ્લેક કાજળ લગાવો અને પછી તેની નીચે કલરફુલ પેન્સિલથી લાઈનર  લગાડો. 

મરિન આઈ મેકઅપ
તમે તમારી આંખને નેચરલ લુક આપવા માટે મરિન મેકઅપ ટ્રાય કરી શકો છો. તેમાં વોટર બેઝ્ડ મેકઅપ કરવામાં આવે છે. આ મેકઅપ મોનસૂનની સીઝનમાં સૌથી આકર્ષક લાગે છે.

* મરિન આઈ મેકઅપ માટે એકવા કલર્સનો ઉપયોગ કરો, જેવા કે એકવા બ્લૂ કે સી ગ્રીન વગેરે.

* સૌથી પહેલાં તો આઈબોલ પર એકવા કલર લગાવીને તેને વ્યવસ્થિત રીતે મર્જ કરવાનો પ્રયત્ન કરો.

* પછી આઈબ્રોઝના નીચેના ભાગને ડાર્ક શેડથી હાઈલાઈટ કરો. આ માટે પણ એકવા કલર્સનો જ ઉપયોગ કરો.

* આ પછી બ્લૂ કે ગ્રીન રંગની  પાતળી આઈલાઈનર લગાવો અને પછી મસ્કારા એપ્લાય કરો.

* મરિન આઈ મેકઅપ કરવાની સાથે જો ગ્રીન કે બ્લૂ કલરના આઈ લેસિસ લુક વધારે નિખરશે.

રેનબો આઈ મેકઅપ
રેનબો આઈ મેકઅપમાં આંખો પર રેનબોની આકૃતિ બનાવવામાં આવે છે. તે મલ્ટિકલરના ડ્રેસ સાથે વધારે સરસ લાગે છે. 

* રેનબો આઈ મેકઅપ કરવા માટે આઈબોલ પર ૫ થી ૭ અલગ અલગ શેડ્ઝની લાઈન બનાવવામાં આવે છે. તે કરતી વરતે એ વાતનું સ્પષ્ટ ધ્યાન રાખો કે દરેક લાઈન અલગઅલગ એકદમ સ્પષ્ટ દેખાય, કોઈ પણ એકબીજામાં  મર્જન  થાય.

* આઈબોલના ઉપરના ભાગને હાઈલાઈટ કરવા માટે લાઈટ શેડના હાઈલાઈટરનો ઉપયોગ કરો.

* આઈ મેકઅપમાં સંતુલન જાળવી રાખવા માટે ડાર્ક શેડની આઈલાઈનર અને કાજળ લગાવો. એ બાબતનું ધ્યાન રાખો કે કાજળ અને આઈલાઈનર વધારે પડતું પાતળું પણ ન હોય કે વધારે પ્રસરેલું પણ ન હોય.

* મસ્કારામાં તમે બ્લેક શેડની  જ મસ્કારાનો ઉપયોગ કરો. તમે ઈચ્છો તો કલરફુલ આઈ લેસિસ પણ લગાવી શકો છો.

Read also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter