નખ ચાવવા બની શકે છે જીવલેણ, જાણી લેશો તો આજે જ છોડી દેશો આ ટેવ…

બેઠા બેઠા ઘણા લોકો અચાનક નખ ચાવવાલાગે છે. તમે પણ એવા ઘણા લોકોને જાણતા હશો જેમને નખ ચાવવાની ટેવ છે. નવરાશનાસમયમાં જયારે તેમની પાસે કરવા માટે કાંઈ જ નથી હોતું તો તે નખ ચાવવા લાગે છે. ઘણાલોકો ટોકવા છતાં પણ તેમની આ ટેવ નથી છૂટતી.

           પણ કદાચ તે લોકો એ વાતથી અજાણ રહે છે કે નખ ચાવવા તેમના માટે કેટલું નુકશાનકારક બની શકે છે. એટલું નુકશાનકારક કે કદાચ તેમનો જીવ પણ જતો રહે. રીપોર્ટસનું માનો તો નખ ચાવવાને જીવલેણ ગણાવેલ છે. નખ ચાવવાથી એવી એવી બીમારીઓ થઇ શકે છે જેના વિષે તમે ક્યારે પણ વિચાર્યું નહી હોય. આજે અમે એવી જ થોડી બીમારીઓ વિષે ચર્ચા કરીશું જેનો જન્મ નખ ચાવવાની ટેવને કારણે થાય છે.

– આંતરડાનું કેન્સર : 

           જી હા તમે સાચું વાચ્યું નખ ચાવવાથી કેન્સર જેવી બીમારી પણ થઇ શકે છે. જ્યારે આપણે નખ ચાવીએ છીએ તો નખમાં રહેલા બેક્ટેરિયાનો પ્રવેશ આપણા આંતરડામાં પણ થઇ જાય છે. જે આંતરડાને કેન્સર જેવા રોગને નિમંત્રણ આપે છે. તેથી જેટલું જલ્દી બની શકે આ ટેવ થી છુટકારો મેળવો.

– એચપવી : 

          જે લોકોને નખ ચાવવાની ટેવ હોય છે તેમની આંગળીઓમાં ક્યારે ક્યારે હ્યુમન પપિલોમાવારસ (એચપીવી) ને કારણે ગાંઠ થઇ જાય છે. આ એક પ્રકારનો વાયરસ છે. આ વાયરસ સાથે જો તમે નખ ચાવશો તો આ ગાંઠ તમારા મોઢા કે પછી હોઠ માં પણ થઇ શકે છે.

– ડર્મેટોફેજીયા રોગ :

           નખ ચાવવા વાળા લોકોને મોટાભાગે ડર્મેટોફેજીયા નામની બીમારીથી પીડિત જોવામાં આવે છે. આ એક એવી બીમારી છે જેમાં ત્વચા ઉપર ઘા બનવા લાગે છે. તેનો ચેપ નસોને ખરાબ રીતે નુકશાન પહોચાડે છે જો કે જીવલેણ સાબિત થઇ શકે છે.

-ઇન્ફેકશન : 

             દિવસ આખામાં આપણને ખબર નથી રહેતી કે આપણે કેટલી વસ્તુને અડીએ છીએ. તે વસ્તુ ઉપર ચોંટેલા બેક્ટેરિયા આપણા હાથ ઉપર રહે છે. જો આપણે તે હાથને મોઢામાં નાખીએ તો નખમાં રહેલા બેક્ટેરિયા આપણા શરીરની અંદર જશે અને તે બેક્ટેરિયા થી જાત જાતના ઇન્ફેકશન થવાની શક્યતા રહે છે. તેથી જો તમારે પણ નખ ચાવવાની ખરાબ ટેવ છે તો તરત તેને છોડી દેવાનો પ્રયત્ન કરો.

– તનાવ : 

           સંશોધન મુજબ, હંમેશા નખ ચાવવા વાળા લોકો ખુબ જલ્દી તનાવનો ભોગ બની જાય છે. તનાવનું સ્તર એટલુ વધી જાય છે કે ઘણી વખત આત્મહત્યા જેવા પગલા પણ ભરી લે છે. તેથી જેટલું જલ્દી બની શકે આ ટેવને છોડી દેવી જોઈએ.

– દાંત નબળા :

            નખ ચાવવાથી નખમાં જે મેલ છે તે દાંત સુધી પહોચે છે. તેને કારણે ધીમે ધીમે દાંત નબળા થવા લાગે છે અને સમય પહેલા પડવા લાગે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter