ધાનેરામાં વહેલી સવારે એક કારમાં આગ લાગતા દોડધામ April 7, 2018 ધાનેરામાં વહેલી સવારે એક કારમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.થરાદ રોડ ઉપર આવેલા મુરલીના ગલ્લા નજીક બિનવારસી પડી રહેલી કારમાં અચાનક જ આગ લાગી હતી. આ કાર છ મહિનાથી પણ વધુ સમયથી પડી રહી હતી. ત્યારે આજે સવારે અચાનક જ આગ લાગતા રહસ્ય સર્જાયુ છે.