ધનાઢ્ય પરિવારની યુવતીને ભગાડી ગયો, પકડાયો તો પરિવારે એવું કર્યું કે…

સેટેલાઇટમાં પ્રેમ પ્રકરણના કિસ્સામાં યુવતીને ભગાડી જનારા યુવકના સબંધીને થાંભલા સાથે બાધીને ઢોર માર મારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કેસમાં સેટેલાઇટ પોલીસે યુવતીના પિતા સહિત બે વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સેટેલાઇટમાં માણેકબાગ પાસે તપોવન સોસાયટીમાં બન્યો બનાવ

આ કેસની વિગત એવી છે કે મેમનગરમાં ક્રિષ્ના ડેરી પાસે ગોપાલગરમાં રહેતા કૈલાસચન્દ્ર લાલુરામ કુમાવતે સેટેલાઇટ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે તેમના સબંધીનો છોકરો તાજેતરમાં યુવતીને ભગાડીને જતો રહ્યો હતો. જેથી યુવતીના પિતા યુવકને પકડીને સેટેલાઇટમાં માણેકબાગ પાસે તપોવન સોસાયટીમાં લઇ ગયા હતા અને ગઇકાલે સવારે સિમેન્ટના થાંભલા સાથે બાંધીને ગાળો બોલીને લાકડીઓ તથા ગડદાપાટુનો માર માર્યો હતો.

પ્રેમ પ્રકરણના કિસ્સામાં લોકો કાયદો હાથમાં લઇ રહ્યાં છે

આ બનાવ અંગે સેટેલાઇટ પોલીસે લીલસંગ તથા પરેશભાઇ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પ્રેમ પ્રકરણના કિસ્સામાં લોકો કાયદો હાથમાં લઇને જાતે માર મારતા હોવાના અનેક બનાવો બની રહ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter