દોઢ વર્ષની માસૂમ બાળકીને ખોળામાં લઇ શહીદની પત્નીએ રડતાં રડતાં મોદીને આપી આ સલાહ

જમ્મુના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાન વિજય કુમાર મૌર્યની પત્નીએ પોતાના માસૂમ પુત્રીને ખોળમાં બેસાડીને રડતા રડતા કહ્યું હતું કે બહુ થયુ હવે પાકિસ્તાનને ઉડાવી દો.

શહીદ વિજય આઠ ફેબ્રુઆરીએ રજા લઈને પોતાના પરિવારને મળવા માટે આવ્યા હતા. એ પછી તેઓ પાછા જવા રવાના થઈ ગયા હતા. શહીદના પિતાએ કહ્યુ હતું કે વિજય ત્રણ ભાઈઓમાં સૌથી નાના છે. મોટા ભાઈ ગુજરાતમાં નોકરી કરે છે. વિજયની દોઢ વર્ષની બાળકી છે.

ગામના લોકોએ પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કર્યા

વિજયના શહીદ થવાના ખબર તેના ગામમાં પહોંચ્યા બાદ તેના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા .જ્યારે ગામના લોકોએ પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. વિજયની પત્નીએ રડતા રડતા કહ્યું હતું કે ઉડાવી દો પાકિસ્તાનને સરકારે હવે આકરી કાર્યવાહી કરવી જોઈએ.જ્યારે શહીદના પિતાનુ કહેવુ છે કે ખૂનનો બદલો ખૂનથી લો. પાકિસ્તાનને પાઠ ભણાવો 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter