GSTV

દેશ વિદેશમાં ઉજવાયો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

રાષ્ટ્રપતિએ કરાવી યોગાસન કાર્યક્રમની શરૂઆત

નવી દિલ્હી ખાતેના રાષ્ટ્રપતિ ભવન ખાતે પણ યોગ દિવસનું આયોજન થયુ હતુ. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોગ દિવસની ઉજવણી વખતે રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહ્યા હતા. પ્રણવ મુખર્જીએ યોગાસનના કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. તેમણે દેશવાસીઓને યોગ કરી નિરોગી રહેવાની સલાહ આપી હતી.

ચંદિગઢમાં પીએમ મોદીએ કર્યા

ચંદીગઢ ખાતે વડાપ્રધાન મોદીએ યોગ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમજ વિવિધ પ્રકારના યોગાસનો અને પ્રાણાયમોનો અભ્યાસ કર્યો. આ યોગ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ યોગ દિવસ પર આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય યોગ એવોર્ડની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. યોગના ક્ષેત્રમાં આંતર રાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારાઓને ભારત સરકાર યોગ એવોર્ડ આપીને સન્માનિત કરશે તેવી જાહેરાત વડાપ્રધાન મોદીએ કરી છે.

INS વિરાટ પર પણ યોગાસન કાર્યક્રમ

આમ આદમીની સાથે ભારતીય સેનાના જવાનો પણ યોગ કરવામાં પાછળ નથી. મુંબઈમાં નેવીના જવાનોએ આઈએનએસ વિરાટમાં યોગાસન કર્યા હતા. વિરાટમાં એક સાથે સેંકડો જવાનોને યોગના આસનો કરતા જોવાનો નજારો ખૂબ સુંદર હતો. આ જવાનો તેમના બિઝી શિડ્યુઅલમાંથી રોજ સમય કાઢી યોગ કરે છે. યોગ હવે તેમની જિંદગીનો હિસ્સો બની ગયું છે.

દિલ્હીના ફરીદાબાદમાં બાબા રામદેવે કરાવ્યા યોગ

દિલ્હીના ફરિદાબાદમાં અમિત શાહ યોગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ફરિદાબાદ ખાતે યોગગુરુ બાબા રામદેવે યોગ કાર્યક્રમનું સંચાલન કર્યુ હતુ. જેમાં ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ પણ પહોંચ્યા હતા.

કેન્દ્ર સરકારના જુદા પ્રધાનોએ પણ અલગ અલગ સ્થળો પર કર્યા યોગ

ભારત સરકારના પ્રધાનોએ પણ અલગ-અલગ સ્થળોએ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમાં યુપીના મેરઠ ખાતે કેન્દ્રિય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તો કેન્દ્રિય માનવ સંસાધન પ્રધાન સ્મૃતિ ઈરાનીએ મધ્યપ્રદેશના ભોપાલ ખાતે યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને વિવિધ પ્રાણાયમો કર્યા હતા. જ્યારે સંરક્ષણ પ્રધાન મનોહર પાર્રિકરે કાનપુરમાં યોગ શિબિરમાં જોડાઈને યોગાસનો કર્યા હતા.

રાજનાથ સિંહે લખનૌમાં, ગડકરીએ નાગપુરમાં, સુરેશ પ્રભુએ વિજયવાડામાં કર્યા યોગ

નરેન્દ્ર મોદી સરકારના 57 પ્રધાનો દેશભરમાં વિવિધ સ્થળે યોગ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહે લખનૌમાં યોગ કર્યા હતા. તેમણે કહ્યું કે પીએમ મોદીના પ્રયાસને લીધે વિશ્વભરમાં યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે. ગયા વર્ષે 199 દેશોએ યોગ કર્યા હતા. આજે વરસતા વરસાદમાં પણ લખનૌમાં લોકોએ યોગ કર્યા હતા. જ્યારે કે નીતિન ગડકરીએ તેમના હોમટાઉન નાગપુરમાં યોગાસન કર્યા હતા. તો રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ વિજયવાડામાં યોગમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમની સાથે આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રા બાબુ નાયડુ પણ હાજર હતા.

વેંકૈયા નાયડુ અને ઉપરાજ્યપાલ નજીબ ગંજએ દિલ્હીમાં કર્યા યોગ

આ તરફ કેન્દ્રીય પ્રધાન વેંકૈયા નાયડુએ દિલ્હીમાં યોગ કર્યા હતા. તે સમયે ઉપરાજ્યપાલ નજીબ ગંજ પણ હાજર રહ્યા. તો રાયપુરમાં પિયુષ ગોયલ અને છત્તીસગઢના મુખ્યપ્રધાન રમણસિંહે યોગાસન કર્યા હતા.

વસુંધરા રાજે અને ઉમા ભારતીએ જયપુરમાં કર્યા યોગ

આ તરફ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ જયપુરમાં યોગ કર્યા. રાજસ્થાનનાં મુખ્યપ્રધાન વસુંધરા રાજેએ પણ યોગ કરી સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા કેળવવાની વાત કરી હતી.

Related posts

ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિને બદલાઈ : બાઈડન ‘અમેરિકા ઇઝ બેક’ના સૂત્ર પર આગળ વધશે

Bansari

અમેરિકામાં કોરોના બેકાબૂ : 24 કલાકમાં 2,146 લોકોનાં થયાં મોત, 1.72 હજાર આવ્યા નવા કેસ

pratik shah

70 ટકા લોકોએ સતત માસ્ક પહેરી રાખ્યો હોત તો કોરાના બેકાબૂ ના બન્યો હોત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!