GSTV
Home » News » દેશની જનતા સૌથી મોટી છે અને તે ઇચ્છે ત્યારે ગમે તેને પપ્પૂ બનાવી શકે છે : શિવસેના

દેશની જનતા સૌથી મોટી છે અને તે ઇચ્છે ત્યારે ગમે તેને પપ્પૂ બનાવી શકે છે : શિવસેના

શિવસેનાએ ફરી એકવાર પોતાના સાથી પક્ષ ભાજપ અને મોદી સરકાર સામે પોતાની હૈયાવરાળ ઠાલવી છે. એક ટીવી ચેનલના કાર્યક્રમમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે વિવિધ મુદ્દે મોદી સરકાર અને ભાજપ પર નિશાન તાક્યું. શિવસેનાએ કહ્યું કે રાહુલ ગાંધીએ ગુજરાતમાં રેલીઓ યોજીને સ્પષ્ટ કરી દીધુ કે તે દેશનું નેતૃત્વ કરવા માટે સંપૂર્ણ પણે તૈયાર છે.

મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં ભલે ભાજપ અને શિવસેના સાથી પક્ષ હોય. પરંતુ બંને સંબંધોની કડવાશ જગજાહેર છે. ત્યારે એક ટીવી ચેનલના કાર્યક્રમમાં શિવસેના સાંસદ સંજય રાઉતના નિવેદનોમાં પણ ભાજપ પ્રત્યેની નારાજગી જોવા મળી.

ભાજપ અને શિવસેનાના સંબંધો વિષે સંજય રાઉતે જણાવ્યું તેમના પક્ષનો ભાજપ સાથેનો સંબંધ ત્રણ દાયકા જૂનો છે. તેમનો પક્ષ મુદ્દાઓ પર ખુલ્લીને બોલવાથી કતરાતો નથી. જીએસટી પર રાઉતે કહ્યું કે જીએસટી લાગુ થયા બાદ મહારાષ્ટ્રમાં નાના વેપારીઓને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર વેપાર-ઉદ્યોગને કેટલીક વ્યવહારિક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેથી કેન્દ્ર માટે જરૂરી છે કે તે વહેલીતકે આ સમસ્યાઓનો ઉકેલ લાવે.

ગુજરાત ચૂંટણી મુદ્દે સંજય રાઉતે કહ્યું કે આપણે ગુજરાતને સમજવાની જરૂરિયાત છે. ગુજરાત વડાપ્રધાન મોદીનું હોમ સ્ટેટ છે જેથી રાજ્યમાં ભાજપને ચૂંટણીમાં કોઇ હરાવી શકે નહીં.જો કે નોટબંધીનો નિર્ણય સરકારની હિતમાં નહીં રહે. હવે દેશમાં મોદી લહેર નથી. જેની સીધુ સાક્ષ્ય ગુજરાતમાં જોવા મળી શકે છે. અહીં મોદી સરકારના નિર્ણયોનો વિરોધ જણાવી રહ્યો છે કે લોકો મોદી સરકારના નિર્ણયોથી નારાજ છે.

રાહુ ગાંધી મુદ્દે શિવસેના તરફથી મહત્વનું નિવેદન આવ્યું. રાહુલ મુદ્દે સંજય રાઉતે જણાવ્યું કે રાહુલ ગાંધી જે રીતે ગુજરાત અને દેશમાં અન્ય ભાગોમાં લોકો સાથે વાત કરી રહ્યા છે તેનાથી સ્પષ્ટ છે કે હવે તે દેશને નેતૃત્વ આપવા માટે તૈયાર છે. દેશની જનતા સૌથી મોટી છે અને તે ઇચ્છે ત્યારે ગમે તેને પપ્પૂ બનાવી શકે છે. .

સંજય રાઉત મહારાષ્ટ્રની રાજનીતિ ઉપર પણ ખુલ્લીને બોલ્યા. રાઉતે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપ અને એનસીપી એક સાથે આવી શકે નહીં. શરદ પવાર ભાજપ સાથે નહીં જાય. જોડાણવાળી સરકારમાં આજે પણ શિવસેના પાસે વીટો પાવર છે. પરંતુ તેમના પક્ષની સાથે સરકાર ચલાવવા માટે કોઇ જબરદસ્તી નથી.જોકે રાજ્ય અને વિધાનસભા ચૂંટણીમાં તમે કોઇના વિષે નિશ્ચિત રીતે કહી ન શકો.

Related posts

પેટની ચરબી અને કમરનાં ઘેરાવને ઘટાડવા માટે કરો આ યોગાસન, જાણો બીજા ક્યાં ક્યા થશે લાભ

Mansi Patel

આ છે ચમત્કારી પથ્થર, મહિલાના ગર્ભમાં દીકરો છે દીકરી જાણવા લાગે છે લાઈનો

Mansi Patel

મોદીના મહેમાન બન્યા બોલીવૂડના કલાકારો, PM સાથે સેલ્ફી લેવા થઈ પડાપડી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!