દૂધ-દહીંનું સેવન કરતાં હોય તો વાંચી લેજો, શરીરને થાય છે આ નુકસાન

દૂધ દહીં અને ડેરીની બીજી પ્રોડક્ટ્સમાં પ્રોટીન, વિટામીન ડી અને પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે, જો આપને આ બધી જ ડેરી પ્રોડક્ટ્સ સાવ બંધ કરી દઈએ તો શરીરમાં ન્યુટ્રીએન્ટસની કમી થઈ જાય છે. પરંતુ જો ડેરી પ્રોડક્ટસને વધારે માત્રામાં લેવા માંડીએ તો પણ નુકસાન પહોચી શકે છે. માટે દૂધ અને દહીંને પણ વધારે માત્રામાં ન લેવા જોઈએ. આ કારણે શું નુકસાન થાય છે તેની ચર્ચા આપને કરીએ.


વજનમાં વધારો :
ડેરી પ્રોડક્ટ્સનું વધારે સેવન તમારા વજનમાં વધારો કરી શકે છે, માટે તમે જો વધારે વજનથી પીડાતા હોય તો પહેલાં એ તપાસવું કે ક્યાંક રોજીંદા આહારમાં ડેરી પ્રોડક્ટનો અતિરેક તો નથી થતોને
એનર્જી :
ડેરી પ્રોડક્ટમાં ટ્રીપ્ટોફોન હોય છે, જેથી શરીરમાં થાક લાગે છે અને ઊંઘ પણ આવે છે, માટે સ્ફૂર્તિ લેવલ વધારવું હોય તો ડેરી પ્રોડક્ટ ખાવામાં કંટ્રોલ કરવો.
હેલ્ધી સ્કીન :
ડેરી પ્રોડક્ટનાં વધારે પડતા સેવનથી ત્વચા ઉપર ખીલ થઈ શકે છે, તેમજ સ્કીનને લગતી બીજી બીમારી પણ થઈ શકે છે, માટે ત્વચાને સુંદર રાખવી હોય તો ડેરી પ્રોડક્ટના સેવનને માપસર બનાવવું.
દૂધની એલર્જી :
દૂધની એલર્જી હોય તો તમને પેટની બીમારીઓ થઈ શકે છે, જેમાં ગેસ, અપચો, પેટમાં ગડબડ અને દુખાવો વગેરે રહે છે.
અસ્થમા :
ડેરી પ્રોડક્ટથી અમુક લોકોને કફનો પ્રોબ્લેમ થઈ શકે છે, અને આ કારણે અસ્થમાની તકલિફ પણ થઈ શકે છે. માટે બને ત્યાંસુધી કોઈ ખાદ્ય પદાર્થના સેવનનો અતિરેક ન કરતા તેને માપમાં આરોગવું વધારે જરૂરી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter