દૂધમાં આ એક વસ્તુ ભેળવીને પીઓ, અનેક રોગો સામે મળશે રક્ષણ

આયુર્વેદની દ્રષ્ટિએ આદું ખૂબ જ ફાયદાકારક છે અને આદુના ઘણા બધા ફાયદા બાબતે મોટાભાગના લોકોને ખ્યાલ હોય જ છે. પરંતુ દૂધમાં આદું ભેળવીને પીવાથી તેના ફાયદા અનેક ગણા વધી જાઈ છે એ બાબત વિશે ઓછા લોકો માહિતગાર હશે. આદુમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી તેમજ એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે. જેને કારણે શરદી, ઉધરસ અને તાવમાં દર્દીને આદું ઉપયોગમાં લેવાની સલાહ આપવામાં આવે છે. 

                 આદુની ચા ગર્ભવતી સ્ત્રીને  પીવાની સલાહ આપવામાં આવે છે. કારણકે ગર્ભવતી સ્ત્રીને સવાર-સવાર માં જે થાક નો અનુભવ થતો હોય તેને આદું જ દૂર કરી શકે છે. દૂધ ખૂબ જ પોષ્ટિક આહાર છે. જ્યારે તેમાં આદું ભેળવવામાં આવે છે ત્યારે બે પોષ્ટિક ચીજવસ્તુના મિશ્રણ થી બંને ના ફાયદા એક સાથે મળે છે. આદું અને દૂધ બંને આરોગ્ય માટે ખૂબ ગુણકારી છે અને જો બંને ના લાભ એક સાથે મળે તો તન્દુરસ્તી માટે આ દૂધ ખૂબ જ લાભદાયક છે તેમ કહી શકાય. 

આદુવાળું દૂધ બનાવવાની રીત: 

             સૌપ્રથમ આદુને સાફ પાણીથી ધોઈ લો. ત્યારબાદ તેના નાના નાના ટુકડા કરો. તપેલીમાં દૂધ ગરમ કરો. ત્યારે દૂધ ઉકળવા લાગે ત્યારે આદુના નાના નાના ટુકડા દૂધની અંદર નાખી દો અને ત્યારબાદ તેને ઉકળવા દો જેના કારણે આદુનો રસ દૂધમાં સંપૂર્ણ રીતે ભળી જાય.  ત્યારબાદ દૂધને ગાળીને હુફાળું થાય ત્યારે પીઓ. 

આદુવાળાં દૂધથી થતાં ફાયદા: 

-પાચનશક્તિ મજબૂત બનાવે છે.  

– રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.

-ગાળાની સમસ્યાઓ અને તકલીફો દૂર કરવામાં અકસીર 

-હાડકાં મજબૂત બનાવે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter